જામનગરમાં સેન્ટ્રલ બેંક બાજુમાં લુહારશાળમાં રહેતા એક વૃદ્ધનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું છે. સીટી એ ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુબજ, શહેરના સેંટ્રલ બેંક લુહારશાળ જંડુભટની શેરીમાં રહેતા સુધાકરભાઇ અનંતરાય દવે ઉવ ૫૯ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન તેઓને શહેરની જી.જી. હોસ્પીટલમા સારવારમા લઇ જવાયા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરત સોંપ્યો હતો.