Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

ખાખી કપડા પહેરી રહેણાંક વિસ્તારોમાં પહોંચી આ શખ્સ પોલીસના સ્વાંગમાં રૂપિયા ખંખેરતો
ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. આ શખ્સો ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરી રહેણાંક વિસ્તારોમાં દીકરી બીમાર છે તેમ કહી લોકો પાસેથી રૂપિયા ખંખેરતા હતા.. પોલીસે તેમની ધરપકડ કરી તેણે કેટલા ગુના આચર્યા છે તે ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે..
ઝડપાયેલા શખ્સનું નામ નુર મોહમ્મદ ફતેહ મોહમ્મદ અને સિરાજ અબ્દુલ રહેમાન હોવાનું સામે આવ્યું છે.. તેમણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ નામના વ્યકિતને પીએસાઇ હોવાની ઓળખ આપી રૂપિયા 5 હજાર પડાવી લીધા હતા. આ ઉપરાંત ભરૂચ જંબુસર બાયપાસ વિસ્તારમાં પણ એક શખ્સને નકલી પીએસઆઇ તરીકેની ઓળખ આપી રૂપિયા 7500 પડાવી લીધા હતા. પોલીસે નુર મોહમ્મદ અને તેના સાથી સિરાજ અબ્દુલ રહેમાનની ધરપકડ કરી છે. પોલીસે આ બન્ને શખ્સોની પૂછપરછ કરી તેમણે અત્યાર સુધી આવા કેટલા તોડ કર્યા તેને લઇને પૂછપરછ હાથ ધરી છે.

संबंधित पोस्ट

નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વાહનમાં ચલાવતો હતો કુટણખાનું

Gujarat Desk

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

Karnavati 24 News

આણંદ જિલ્લામાં ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય

Gujarat Desk

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી

Admin

 પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનની બેગ ડેરી માલિક ને મળતા પરત કરી…

Karnavati 24 News
Translate »