૨૦૦૧ ના ભૂકંપમાં કચ્છનું કેન્દ્રબિંદુ ગણાતું ભચાઉ શહેરનો ૩૭૪ મો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટા મોટા મહાનુભાવો હાજર રહ્યા હતા. ભૂકંપમાં તહસ નહસ થયેલા ભચાઉના ૩૭૪ મા સ્થાપના દિનની ઉજવણી શહેરના સ્થાપકની પ્રતિમાના પૂજન – અર્ચન , હારારોપણ સાથે કરાઇ હતી . ભચાઉ નગર પાલિકા દ્વારા ભચાઉ શહેરના ૩૭૪ મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શહેરના સ્થાપક રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભચાઉ પાલિકા પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ૨૦૧૫ માં ઠરાવ કરી મહા સુદ નોમના દિવસે ભચાઉનો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તા.૧૦/૨ , ગુરુવારે ભચાઉ નગર પાલિકાના પ્રમુખ કલાવતીબેન ઉમિયાશંકર જોશીના હસ્તે ભચાઉનું તોરણ બાંધનારા રામસંગજી જાડેજાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી હારારોપણ કરાયું હતું . જેમાં શહેરના અગ્રણીઓ જનકસિંહ જાડેજા , અરજણ રબારી , ભરત કાવતરા , પાલિકાના કીર્તિસિંહ જાડેજા , એસ.ડી.ઝાલા , વિકાસ રાજગોર , ઉમિયાશંકર જોષી , વેપારી મંડળના હર્ષદભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.