Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

અમરેલીના વડલી ગામનો પરિવાર ઈકો કાર મારફત દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સોમનાથ બાયપાસ તાલાલા ચોકડીના બ્રિજ પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા ડ્રાઈવર સહિત 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અંગેની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હરેશભાઈ બાલુભાઈ સાંખટ રહે.વડલી, તા.જાફરાબાદ, જી.અમરેલી ગત તા.2 ના રોજ તેમના પીતા બાલુભાઇ, માતા લુંણીબેન, બહેન જયાબેન, ભાઇ મુકેશભાઇ, ભાણકી પ્રીયંકા, સસરા મનુભાઇ, સાસુ કંચનબેન, પત્ની સોનલબેન, દાદી જોમુંબેન તથા ડ્રાઈવર રાજેશભાઈ શામજીભાઇ ગલથરીયા સહિતના કાર લઈ વડલી ગામેથી બુધવારે રાતના એક વાગ્યાની આસપાસ દ્વારકા દર્શન અર્થે જવા માટે નિકળેલ હતા અને દર્શન કરી સાંજના છએક વાગ્યે ઘરે આવવા માટે નિકળેલ તે દરમિયાન રાતના એકાદ વાગ્યે સોમનાથ બાયપાસ તાલાલાચોકડી બ્રીજ ઉપર પહોંચતા કાર ટ્રકની પાછળના ભાગે અથડાતાં તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પહોંચતા બાલુભાઈ સાંખટ અને ડ્રાઈવર રાજેશભાઈ ગલથરીયાને ડોકટરે મૃતક જાહેર કર્યા હતા.અને ટ્રક ચાલક વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી.

संबंधित पोस्ट

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રેરક સંદેશથી વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને મળ્યું યોગ્ય માર્ગદર્શન

Gujarat Desk

 પાટણની એમ. કે. શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન

Gujarat Desk

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

Admin
Translate »