Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદરના દરીયાકાંઠે ફીશીંગબોટોનું ચેકીંગ કરવા માટે ઓલવેધર પોર્ટ અને જુનાબંદર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ

ગઈકાલથી પોરબંદરના દરીયાકાંઠે શરૂ થયેલું ઓપેરેશન સાગર સુરક્ષા કવચ આજે પૂર્ણ થયું છે. જયાં ફીશીંગબોટોનું ચેકીંગ કરવા માટે ઓલવેધર પોર્ટ અને જુનાબંદર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને બે શખ્શો શંકાસ્પદ હાલતમાં પકડાયાની એકમાત્ર મોકડ્રીલ યોજાઇ હતી.પોરબંદરથી પાકિસ્તાન દરિયાઇ માર્ગ ખૂબજ નજીક છે અને ભૂતકાળમાં સમુદ્રી માર્ગે આર.ડી.એકસ.થી માંડીને ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ બાદ વર્ષમાં બે વખત અરબી સમુદ્રમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાય છે તે અંતર્ગત પોરબંદરના દરિયામાં દ્વિદિવસીય આ કવાયતનું સમાપન થયું છે. જેમાં મોકડ્રીલ પણ યોજાઇ હતી જેમાં બે શખ્શોને શંકાસ્પદ હાલતમાં પકડી લેવાયા હતા.

વર્ષમાં બે વખત દરિયાઇ સુરક્ષાને તપાસવા માટે અને જુદી જુદી સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સાધવા માટે ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત પોરબંદરના દરિયામાં પણ કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ, એસ.ઓ.જી. પોલીસ સહિત જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચ અંતર્ગત બોટોના ચેકીંગ સહિત જુદા જુદા વિસ્તારોમાં જઇને ખાસ કરીને લેન્ડીંગ પોઇન્ટ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભૂતકાળમાં દેશદ્રોહી ગદ્દારો માટે સ્વર્ગ સમા ગોસાબારાના દરિયાકિનારે આર. ડી.એકસ.નું લેન્ડીંગ પાકિસ્તાની ડોન દાઉદ ઇબ્રાહીમ દ્વારા થઇ ચૂકયું છે તેથી હવે આ દરિયાકાંઠેથી કોઇપણ પ્રકારની ઘુસણખોરી થઇ શકે નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ મોકડ્રીલના સાગર સુરક્ષા કવચ પણ આયોજન કરે છે. ઓપરેશન સાગર સુરક્ષા કવચના મોકડ્રીલનું આયોજન થયું હતું. તે ઉપરાંત, ઓલ વેધર પોર્ટ, એરપોર્ટ, કિર્તીમંદીર સહિતના મહત્વના સ્થળોએ પોલીસનો કડક જામો ગોઠવી દેવામાં આવ્યો હતો અને ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિયાણીથી લઇને માધવપુર સુધીના દરીયાકાંઠા ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. દરીયાકાંઠાની તમામ હલચલો ઉપર પોલીસ બાજ નજર રાખી હતી. દરીયામાં મરીન પોલીસે બોટોની તલાશી લીધી હતી. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વાહન ચેકીંગ કરાયું હતું. પોરબંદરના દરીયા કાંઠે કેવી સુરક્ષા છે ? તે બાબતનું પણ નિરીક્ષણ પણ ઓપરેશન સાગર સુરક્ષા કવચ દરમીયાન કરાય છે.

संबंधित पोस्ट

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નો પ્રારંભ થશે

Gujarat Desk

અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો.

Karnavati 24 News

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News

અમદાવાદના સરકાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં ખાતે યોજાઈ કોંગ્રેસની CWCની બેઠક

Gujarat Desk

હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો

Gujarat Desk
Translate »