Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

દર મહિને સરકાર આપશે રૂપિયા, જીવનભર રહેશો ટેન્શન ફ્રી: જાણો કેટલી રકમ એકાઉન્ટમાં થશે જમા?

કેન્દ્ર સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે અમે તમને એવી જ એક સ્કીમ વિશે જણાવીશું, જેમાં સરકાર દર મહિને તમારા એકાઉન્ટમાં 5000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ સ્કીમ હેઠળ તમને જીવનભર રૂપિયા મળતા રહેશે.

1 ઓક્ટોબરથી બદલી ગયા નિયમ

આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે. તેના નિયમો 1 ઓક્ટોબરથી બદલાઈ ગયા છે. હવે ફક્ત તે જ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે, જેઓ ઈન્કમ ટેક્સ સ્લેબ હેઠળ નથી આવતા. આપને જણાવી દઈએ કે 18 વર્ષથી 40 વર્ષ સુધીના લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

પેન્શન તરીકે મળશે રૂપિયા

આપને જણાવી દઈએ કે 60 વર્ષની ઉંમર પછીથી દર મહિને 1000 રૂપિયાથી લઈ 5000 રૂપિયા સુધીની રકમ પેન્શનના રૂપમાં આપવામાં આવે છે. તમને દર મહિને મળતી રકમ તમારા યોગદાન પર નિર્ભર કરે છે.

ક્યા આધારે ચૂકવવામાં આવશે પ્રીમિયમ

આ યોજના હેઠળ તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો. જો તમે દર મહિને 5000 રૂપિયા મેળવવા માંગો છો, તો તમારે 18 વર્ષની ઉંમરથી દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. તે જ સમયે જો તમે 24 વર્ષથી શરૂ કરો છો, તો તમારે દર મહિને 346 રૂપિયા જમા કરાવવા પડશે.

અટલ પેન્શન યોજના શું છે

અટલ પેન્શન યોજના એક સરકારી યોજના છે. તેમાં તમારા રોકાણ અને તમારી ઉંમરના આધારે તે નક્કી કરવામાં આવે છે કે તમને કેટલું પેન્શન મળશે? આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી.

મૃત્યુ પછી શું થશે

જો કોઈપણ કારણોસર નાગરિકનું 60 વર્ષની વય પહેલા મૃત્યુ થાય છે, તો આ અટલ પેન્શન યોજનાનાં રૂપિયા વ્યક્તિના નોમિનીને આપવામાં આવશે.

કઈ બેંકમાં ખોલાવી શકો છો એકાઉન્ટ

અટલ પેન્શન યોજનામાં તમારું એકાઉન્ટ ખોલાવવા માટે તમારું જે બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે, ત્યાં જઈ APY રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. તેની સાથે જ આધાર અને મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે. તેના પછી તે જ બેંક એકાઉન્ટમાંથી દર મહિને તમારો હપ્તો આપમેળે કપાઈ જશે.

संबंधित पोस्ट

અદાણી વિલ્મરે ઇતિહાસ રચ્યો, લિસ્ટિંગના 3 મહિનામાં ₹1 લાખ કરોડની કમાણી

Karnavati 24 News

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

મોટી રાહત/ સરકારે કરી મોટી જાહેરાત, ખાવા પીવાની આટલી વસ્તુઓ પર નહીં લાગે ટેક્સ

Karnavati 24 News

કુપોષણ મુક્ત મહેસાણા જિલ્લા માટે દૂધસાગર ડેરીની કટિબધ્ધતા જિલ્લાના 453 બાળકોને દત્તક લઇ સુપોષિત રાષ્ટ્ર માટે દુધસાગરની આગેવાની

Karnavati 24 News

બાઈનસે FTX ટોકન્સ (FTT) જમા કરવા પર મૂક્યો પ્રતિબંધ, ક્રીપ્ટો માર્કેટમાં થઈ રહ્યું છે નુકસાન

Admin

ફરી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જાણો કયા શહેરમાં કેટલા ભાવ વધ્યા છે, ગઈ કાલે 80 પૈસાનો વધારો થયો હતો

Karnavati 24 News
Translate »