Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કુપોષણ મુક્ત મહેસાણા જિલ્લા માટે દૂધસાગર ડેરીની કટિબધ્ધતા જિલ્લાના 453 બાળકોને દત્તક લઇ સુપોષિત રાષ્ટ્ર માટે દુધસાગરની આગેવાની

મહેસાણા જિલ્લો કુપોષણ મુક્ત બની દેશમાં આગેવાની મેળવે તે માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સાથે જિલ્લાના પદાધિકારીઓ અને નાગરિકો પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા છે. મહેસાણા જિલ્લા દૂધસાગર ડેરી દ્વારા જિલ્લાના 453 બાળકોને દત્તક લઇ સુપોષિત રાષ્ટ્રની જવાબદારીના વાહક બની અન્યોને પ્રેરણા આપી છે. દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના સહિ પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા દૂધ સાગર ડેરીએ મિશન મોડમાં કામ હાથ ધર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે ઉન્નત રાષ્ટ્રના નિર્માણ માટે સરકારના આ સામાજિક અભિયાનમાં જનસમુદાય સાથે સંસ્થાઓ જોડાય તે જરૂરી છે. દુધ સાગરડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે દુધસાગર ડેરીએ હમેશાં સામાજિક કાર્યોને પ્રાથમિકતા આપી છે.કુપોષણ અભિયાન થકી રાષ્ટ્રના ભવિષ્યની ચિંતા કરવી અને દુધસાગર ડેરીની જવાબદારી રહી છે. દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ ઉમેર્યું હતું કે બાળક આવતી કાલનું ભવિષ્ય છે જેથી રાજ્યનું બાળક તંદુરસ્ત રહી સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી બને તે દિશામાં દુધ સાગર મક્કતાપુર્વક આગળ વધી રહી છે તેમ જણાવી બાળકોમાં શારીરિક, માનસિક અને સામૂહિકતાના ગુણો વિકસે તેવું વાતાવરણ આંગણવાડીમાં ગુંજતું રહે તેવો આશય દુધસાગર ડેરીનો છે તેમ જણાવ્યું હતું, ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે સહી પોષણ-દેશ રોશન’ના સ્વપ્નને સાકાર કરવા તેમજ કુપોષણને દેશવટો આપી ભાવિ પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાના સામર્થ્યવાન, સશકત અને સુપોષિત બનાવવા દુધસાગરના હમેશાં ભગીરથ પ્રયાસો રહેવાના છે. મહેસાણા જિલ્લા દૂધસાગર ડેરી દ્વારા મહેસાણા જિલ્લાના 453 બાળકોને સુપોષિત કરવા માટે “અમૂલ મોતી” નુ દૂધ ઉત્પાદ શરૂ કર્યું છે.45 દિવસ સુધી રેફ્રીજરેટર વિના સુરક્ષિત રાખી શકાય છે.અલ્ટ્રા હિટ ટ્રીટમેન્ટથી તૈયાર થયેલ 160 એમ..એલ દુધ આવનાર ત્રણ મહિના સુધી આંગણવાડીમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર તરીકે આપવાનો નિર્ણય દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ દ્વારા કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે દુધ સાગર ડેરીએ સામાજિક જવાબદારીના ભાગ રૂપે હમેશાં નાગરિકોના પડખે રહી છે. કોરોના સમયમાં પણ ઓક્સિજન પ્લાન્ટ આપેલ છે જેનાથી અનેક લોકોના જીવનનો બચાવ થયો છે. ત્યારે દુધ સાગર ડેરી દ્વારા સુપોષણ અભિયાનમાં જિલ્લાના તમામ 453 કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે કમર કસી છે જે રાજ્યની અન્ય સહકારી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે.

संबंधित पोस्ट

LIC IPO પહેલા ચિંતાના સમાચાર: પ્રીમિયમની આવકમાં 20%નો ઘટાડો

Karnavati 24 News

આજે ડોલર સામે રૂપિયો મજબૂત થયો આ કારણ જવાબદાર છે

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 13 જાન્યુઆરી: આજે વ્યવસાયમાં સખત મહેનત, વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાથી અપેક્ષિત લાભ નહીં મળે.

Karnavati 24 News

ક્રિપ્ટોનો વધતો વ્યાપ: આ એરલાઈન્સ હવે બિટકોઈનમાં ચૂકવણી સ્વીકારશે

Karnavati 24 News

રસોઈ ફરી મોંઘીઃ બિહારમાં સિલિન્ડરની કિંમત 1,100 રૂપિયાથી ઉપર, 47 દિવસમાં દરરોજ 2 રૂપિયાથી વધુનો ભાવ વધારો

ડોલરની સામે રૃપિયો સતત નબળો પડતા , રફની ખરીદી કરનારા કારખાનેદારોની પરેશાની વધી.

Karnavati 24 News
Translate »