નાદારી જાહેર કરવાની અરજીમાં તેના સ્થાપક અને પૂર્વ CEO સેમ બેંકમેન ફ્રાઇડે જણાવ્યું હતું કે, કંપની કેટલાક અબજ ડોલરના નુકસાનમાં છે. આવી સ્થિતિમાં એક્સચેન્જમાંથી લાખો ડોલરની સંપત્તિ અનધિકૃત રીતે ઉપાડવી અનેક સવાલો ઉભા કરી રહી છે. એવી અટકળો છે કે, કાં તો હેકર્સે એક્સચેન્જની સંપત્તિની ચોરી કરી છે અથવા કંપનીના કર્મચારીઓ દ્વારા ઉચાપત કરી છે.
અમેરિકાએ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી કલાકૃતિઓ પાકિસ્તાનને સોંપી
અમેરિકાએ પાકિસ્તાનને 192 કલાકૃતિઓ સોંપી છે, તેમની કિંમત 34 લાખ યુએસ ડોલર આંકવામાં આવી રહી છે. આમાં લગભગ બે હજાર વર્ષ જૂની ગાંધાર શૈલીની મૈત્રેય બુદ્ધની પ્રતિમા સહિત ઘણી પ્રતિમાઓનો સમાવેશ થાય છે, જે ભારતીય સંસ્કૃતિનો હિસ્સો બની રહી. 90ના દાયકામાં પાકિસ્તાનથી તેમની દાણચોરી કરવામાં આવી હતી. અમેરિકામાં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસને કલાકૃતિઓ સોંપવામાં આવી છે. તેમાંથી ભારતીય-અમેરિકન દાણચોર સુભાષ કપૂર સામે ચાલી રહેલી તપાસ અને કાર્યવાહી દરમિયાન 187 કલાકૃતિઓ મળી આવી હતી. આને પાકિસ્તાનથી દાણચોરી દ્વારા ન્યૂયોર્ક લાવવામાં આવ્યા હતા, જેમાં એક મોટું નેટવર્ક સામેલ હતું.