ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની પરિક્રમા નો વિધિવત રીતે આવતીકાલે તારીખ 4 ના કારતક સુદ અગિયારસના મધ્યરાત્રી થી પ્રારંભ થશે પરંતુ ગઈકાલથી જ મોટી સંખ્યામાં યાત્રિકોએ ભવનાથ તળેટી અને આસપાસના વિસ્તારોમાં પડાવ નાખ્યો હતો અને પ્રવેશ દ્વાર ખોલવા માંગ કરી હતી ગતરાત્રિ દરમિયાન પણ તળેટી તરફ યાત્રીકોનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો હતો જેને ધ્યાને લઈને આજે વહેલી સવારે 5:00 વાગ્યે પ્રવેશદ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો. બાદમાં દસેક વાગ્યા સુધી ભારે ભીડ રહી હતી જ્યારે બપોર બાદથી મોડી રાત્રી સુધીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વિધિવત પરિક્રમા શરૂ થાય એ પૂર્વે ત્રણ લાખયાત્રીકો ઉમટી પડ્યા હતા. વનવિભાગના ગણતરી પોઇન્ટ પર નોંધાયેલા આંકડા મુજબ આજે મોડી સાંજ સુધીમાં 50000 જેટલા યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી અને તેમાંથી મોટાભાગના લોકો અંતિમ પડાવ બોરદેવી પહોંચી ગયા હતા. તેઓ આવતીકાલે બપોર સુધીમાં પરિક્રમા પૂર્ણ કરી પરત તળેટી પહોંચી જશે આમ સવાર સાંજે પ્રવેશ દ્વાર પર યાત્રીકોનો ઘસારો જોવા મળ્યો હતો
