Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરતમા જીલ્લા એલસીબીએ ઘડફોર ચોરીને અંજામ આપનાર ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડી

બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના મળી કુલ ચાર ગુના ઉકેલી કાઢ્યા હતા. પોલીસે ચોર ટોળકીઓ પૈકી બેને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ટેમ્પો, મોટર સાયકલ, મોબાઇલ ફોન અને અન્ય નાની મોટી 70થી વધુ ઇલેક્ટ્રીક ચીજવસ્તુઓ મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કૈલાશ મારવાડી નામના ઇસમે તેના સાગરીતો સાથે મળી અલગ અલગ ઇલેક્ટ્રીક સરસામાનની કોઈ જગ્યાએથી ચોરી કરી જે ચોરીનો મુદ્દામાલ એક ટેમ્પોમાં ભરી ટેમ્પોની આગળ તેનો સાગરીત મોટરસાયકલ પર પાયલોટિંગ કરી રહ્યો છે અને તેઓ વલથાણ નહેરથી સુરત શહેર તરફ વેચાણ માટે જઇ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ સુરત શહેર તરફ જવાના કૅનાલ રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની મોટર સયાકલ તથા છોટા હાથી ટેમ્પો આવતા તેને રોકી આરોપીઓની અટક કરી હતી અને ટેમ્પોમાં તપાસ કરતાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ભરેલ હોય તમામ આરોપીઓની સઘન ઊલટ પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા મદનલાલ લહેરીલાલ માલી (રહે બગુમરા, સિલ્વર પોઈન્ટ સોસાયટી, તા. પલસાણા, મૂળ રહે રાજસમંદ, રાજસ્થાન) અને સંતોષ આનંદ હૈયળ (રહે હલધરું ગામ, અયોધ્યા રેસિડેન્સી, મૂળ રહે સુંદરગઢ, ઓડીસા)એ જણાવ્યુ હતું કે આ ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ તેમણે માંગરોળ ખાતેથી અન્ય સ્ગરીતો સાથે ચોરી કરેલ હતો તેમજ ટેમ્પો અને મોટર સાયકલ પલસાણા તાલુકાનાં ધામડોદ ગામની હદમાંથી ચોરી કરી હતી. પોલીસે મદન અને સંતોષની અટક કરી અન્ય સાગરીતો કૈલાશ લહેરીલાલ માલી (રહે હલધરું, રાજમંદિર સોસાયટી, તા. કામરેજ), કૈલાશ મારવાડી અને શકીલ રહે તાતીથૈયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટેમ્પો કિંમત રૂ 1.25 લાખ, મોટર સાયકલ રૂ. 25 હજાર, બે મોબાઇલ ફોન કિંમત રૂ  10 હજાર તેમજ 70 થી વધુ ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ મળી કુલ 6 લાખ 9 હજાર 91 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે માંગરોળ પોલીસ મથકના બે અને પલસાણા પોલીસ મથકના બે મળી કુલ 4 ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા.

संबंधित पोस्ट

ભગવાનને પણ ના છોડ્યા, ચમારડી ગામમાં એક સાથે નવ સ્થળો પર તસ્કરો ત્રાટક્યા

Karnavati 24 News

સુરત : બારડોલીમાં વિધિના બહાને છેડતી કરનાર લંપટ બાપુને પોલીસે પકડી પાડ્યો

Karnavati 24 News

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

Karnavati 24 News

हैरान कर रहा ट्रैफिक पुलिस का कारनामा, जानिए कैसे करते हैं पैसे की वसूली

Admin

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો

Admin

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News