Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદમાં સેન્સ પ્રક્રીયામાં આજે ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ ભૂપેન્દ્ર પટેલનું સામે આવ્યું

અમદાવાદમાં સેન્સ પ્રક્રીયામાં આજે ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ સામે આવ્યું હતું. તમામ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલનું નામ લીધું છે. અગાઉ 2017માં તેઓ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે ત્યારે આ વખતે પણ તેમનું નામ સૌ કોઈએ સૂચવ્યું હતું.

આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તમામ મોરચે વિવિધ પ્રક્રીયા હાથ ધરી છે. ત્યારે આજે અમદાવાદમાં સેન્સ પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. આજથી ગુજરાતની તમામ બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કેટલીક બેઠકો પર 15 થી 20 ટિકિટ વાંચ્છુઓ આગળ આવ્યા હતા. તો કેટલીક બેઠકો પર તેનાથી પણ વધુ ટિકિટ વાચ્છુકો સામે આવ્યા હતા.

તમામ નેતાઓએ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલનું નામ સૂચવ્યું છે. ઘાટલોડિયા બેઠક માટે આજે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે સર્વાનુમતે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ સામે આવ્યું છે. તમામ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલનું નામ લીધું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર સૌ કૌઈની નજર છે. ત્યારે આ બેઠક પર મુખ્યમંત્રીનું એકનું જ નામ સામે આવ્યું હતું. અમદાવાદની વિધાનસભા બેઠકો પર આજે સવારથી જ સેન્સની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.

संबंधित पोस्ट

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટાનો દોર શરૂ : સુરત જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ ભાજપમાં જોડાયા

Karnavati 24 News

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare

ભાજપમાં જોડાવવાની ચર્ચા અને વિધાનસભાના સત્ર પહેલા આપના 5 ધારાસભ્યો કેજરીવાલને મળ્યા

Admin

અહેમદ પટેલ પર લાગેલા આરોપો પર કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

Karnavati 24 News

કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન

Translate »