મહુવા શહેરને પીડીલાઈટ દ્વારા સ્વસ્થ અને સુંદર બનાવવામાં આવશે. મહુવા નગરપાલિકા દ્વારા પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ના સહયોગથી મહુવા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહુવા શહેરના વોર્ડ વાઈઝ કચરાને ભેગો કરી નગરપાલિકા દ્વારા કમ્પોસ્ટ સાઇટ પર મોકલી કચરાની છૂટો પાડી પ્લાસ્ટિકને અલગ-અલગ મશીનો દ્વારા ધોઇ સાફ કરીને પ્લાસ્ટિકના દાણા બનાવવા માં ઉપયોગ થશે. બિન ઉપયોગી પ્લાસ્ટિકમાંથી બ્લોક બનાવવામાં આવશે તેમજ અન્ય કચરામાંથી ખાતર બનાવવામાં આવશે.પીડીલાઈટ દ્વારા શક્તિ પ્લાસ્ટિક ને કોન્ટ્રાક્ટ આપ્યો છે જે ભારતના વિવિધ શહેરોમાં કોન્ટેક્ટ દ્વારા કચરાના નિકાલનો બહોળો અનુભવ ધરાવે છે.