Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

દેવગઢ બારીયામાં રાસ રમતા એક વ્યક્તિને હાર્ટ એકેટ આવ્યો, સ્થળ પર જ રમતા રમતા મૃત્યુ, વીડિયો જોઈ લોકો ચોંક્યા

દેવગઢ બારીયામાં રાસ રમતા એક વ્યક્તિને અચનાક જ હાર્ટ એકેટ આવ્યો અને તેઓ રાસ રમતા રમતા ઢળી પડ્યા હતા. દેવગઢ બારિયામાં વણઝારા સમાજના આગેવાનને આ હાર્ટ એટેક આવવ્યો હતો. તેઓ રાસ રમત હતા ત્યારે રમતા રમતા જ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. આ વીડિયો સામે આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.  પરિવાર અને સમાજના સભ્યોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો પરંતુ આ હાર્ટ એટેકેનો વીડીયો જોઈ લોકો ચોંકી ઉઠ્યા છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર દેવગઢ બારીયાનગરમાં ગઈકાલે વણજારા સમાજમાં એક શુભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભ પ્રસંગે ગરબાનું પણ આયોજન ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું પરંતુ ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.

દાહોદ જિલ્લાના દેવગઢના બારિયાનગર ખાતે શુભ પ્રસંગે વણજારા સમાજના અગ્રણી રમેશભાઈ જીતુભાઈ વણઝારા અને અન્ય એક વ્યક્તિ તેમની સાથે રાસ રમી રહ્યા હતા. ત્યારે ગરબા રમતા બહાર જતા અચાનક બેભાન અવસ્થામાં જમીન પર પટકાયા હતા. આ પછી ઘટનાસ્થળે હાજર લોકો પહોંચી ગયા હતા અને તાત્કાલિક રમેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  હ્રદયરોગના હુમલાથી તેમનું મોત થયાના સમાચાર સામે આવ્યા હતા.

संबंधित पोस्ट

ભાજપ ડોકટર સેલ અને મહિલા મોરચા દ્વારા સેવાકીય કાર્યને સફળતા પુર્વક પુર્ણ કરવા બદલ અભિનંદન – સી.આર.પાટીલ

ઉધરસથી રાહત નહિ થાય કોડીન કફ સિરપ શરીર માટે ખરાબ છે . કેમ છે ખતરનાક; વિગતવાર સમજો

Admin

આ ચા પાછળ કેમ પાગલ છે દુનિયા? કેમ સોના કરતા પણ મોંઘી છે ચાની પત્તી? કોણ પીવે છે આ ચા?

Karnavati 24 News

કરચલીઓ: આ મીઠી વસ્તુની મદદથી ચહેરાની કરચલીઓ દૂર થશે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News

યોગ ટિપ્સઃ ડાયાબિટીસમાં યોગા ફાયદાકારક છે, જાણો પ્રેક્ટિસ દરમિયાન શું કરવું અને શું ન કરવું?

Translate »