Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

આ ચા પાછળ કેમ પાગલ છે દુનિયા? કેમ સોના કરતા પણ મોંઘી છે ચાની પત્તી? કોણ પીવે છે આ ચા?

મનોહારી ગોલ્ડ ટીનું ઉત્પાદન અસમના દિબ્રૂગઢમાં કરવામાં આવે છે. GATCનું માનીએ તો તે ભારતમાં સૌથી વધારે કિંમત પર હરાજી થનારી ચાની પત્તી છે.

ઘણાં લોકો ચા ના ખુબ શોખીન હોય છે. અને એમને થોડા ઘણાં સમયાંતરે મૂડ ફ્રેશ કરવા માટે ચાની ચુસ્કી મારવાની આદત હોય છે. પણ કેટલાંક એવા પણ શોખીનો છે જે દુનિયાની સૌથી મોંઘી ચા પીવે છે. આપણે આત કરીશું એવા ચાના શોખીનોની જે સોના કરતા પણ મોંઘી ચા પીવે છે.

મનોહારી ગોલ્ડ ટીનું ઉત્પાદન અસમના દિબ્રૂગઢમાં કરવામાં આવે છે. GATCનું માનીએ તો તે ભારતમાં સૌથી વધારે કિંમત પર હરાજી થનારી ચાની પત્તી છે. ગુવાહાટી ઓક્શન બાયર્સ એસોસિયેશનના સચિવ દિનેશ બિહાનીએ જણાવ્યું હતું કે મનોહારી ગોલ્ડ ટી હરાજીમાં 99,999 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં વેચાઈ છે. તેમણે કહ્યું કે આ એક દુર્લભ પ્રકારની ચા છે.

એક કિલો ચાની પત્તી 99,999 રૂપિયામાં વેચાઈ છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે આ ચાની કઈ પત્તી છે. જે આટલી મોંઘી વેચાઈ છે. હકીકતમાં ગુવાહાટી ચા ટ્રેડ સેન્ટરમાં મંગળવારે એક કિલો ગોલ્ડન બટરફ્લાય ચા રેકોર્ડબ્રેક 99,999 રૂપિયામાં વેચાઈ છે. તે ચાની બ્રાન્ડિંગ મનોહારી ગોલ્ડના રૂપમાં કરવામાં આવી છે. મનોહારી ગોલ્ડ ટીએ મંગળવારે ગુવાહાટી ટી ઓક્શન પહેલાં જ પોતાનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચી દીધો છે. ગયા વર્ષ 75,000 રૂપિયામાં એક કિલો ચા વેચાઈ હતી. દિબ્રૂગઢ જિલ્લાની આ ચાને ગુવાહાટીમાં રહેતા વેપારી સૌરભ ટી ટ્રેડર્સ દ્વારા ખરીદવામાં આવી. જેમણે એક કિલો ચાની રેકોર્ડબ્રેક 99,999 રૂપિયાની બોલી લગાવી હતી.

મનોહારી ગોલ્ડ ટીની ડિમાન્ડ વધારે:
ચાને ખરીદનારા સૌરભ ટી ટ્રેડર્સના સીઈઓ એમએલ માહેશ્વરીએ કહ્યું કે મનોહારી ગોલ્ડ ટી ચાની ડિમાન્ડ ઘણી વધારે છે. અને તેનું ઉત્પાદન બહુ ઓછું છે. આ વર્ષે મનોહારી ટી એસ્ટેટ દ્વારા માત્ર એક કિલો ચાની પત્તીની હરાજી કરવામાં આવી. અમે આ ચાને ખરીદવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. બગીચાના માલિકને અમે ખાનગી રીતે તેને વેચવાનો ઈનકાર કરી દીધો હતો. જેના પછી અમે હરાદી દરમિયાન તેની ખરીદી કરી.

ગયા વર્ષે 75,000 રૂપિયામાં વેચાઈ હતી આ ચા:
તમારે એ જાણવું જરૂરી છે કે 2018માં આ બ્રાન્ડ ચાની એક કિલો ચા 39,000 રૂપિયામાં વેચાઈ હતી. તેને પણ સૌરભ ટી ટ્રેડર્સ જ ખરીદી હતી. એક વર્ષ પછી એટલે કે 2019માં પણ આ જ કંપનીએ તેને 50,000 રૂપિયામાં ખરીદી હતી. પરંતુ ગયા વર્ષે એટલે કે 2020માં એક કિલોની કિંમત 75,000 રૂપિયા હતી. અને તેને વિષ્ણુ ટી કંપનીએ ખરીદી હતી. જોકે 2021માં સૌરભ ટી ટ્રેડર્સે બાજી મારતાં 99,999 રૂપિયાં એક કિલો ચાની ખરીદી કરી.

संबंधित पोस्ट

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 3805 નવા કેસ; 26ના મોત 

કોવિડ-19 : દેશમાં આજે 2756 નવા કોરોના કેસ, ચેપ દર 1.15 ટકા પર પહોંચ્યો

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 કોરોનો પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

Admin

કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે, આ છે 5 કારણો જેના કારણે કૂતરાઓ હિંસક બને છે

Admin

લસણના ફાયદાઃ રોજ ખાલી પેટે લસણની 1 કળી ખાઓ, તમને થશે આ અદ્ભુત ફાયદા

રાત્રે દૂધ સાથે માત્ર આટલી કિસમિસ ખાઓ, આ ‘ગુપ્ત’ સમસ્યા દૂર થઈ જશે

Karnavati 24 News