Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સુરત: વિચલિત કરનારી ઘટના: સુરતમાં 7 વર્ષનું બાળક માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યું હતું, અચાનક સ્કૂલ બસે અડફેટે લેતા મોત

સુરતથી વિચલિત કરે એવી ઘટના સામે આવી છે. સુરતના પાલ વિસ્તારમાં માત્ર 7 વર્ષના બાળકનું સ્કૂલ બસની અડફેટે આવતા મોત થયું છે. બાળક માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યું હતું. દરમિયાન એક સ્કૂલ બસની અડફેટે આવતા બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે બસ ડ્રાઇવ સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરતના પાલ ગામથી ભેસાણ તરફ જઈ રહેલ ન્યુ ગૌરવ પથ રોડ વિસ્તારમાં શમશાદ આલમ રઝાક તેના 7 વર્ષના બાળક અબ્દુલ રઝાક અને પત્ની સાથે રહે છે અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ શમશાદ રઝાક ન્યુ ગૌરવપથ રોડ પર ચાલી રહેલી એક બાંધકામ સાઈટમાં કામ કરે છે. દરમિયાન તેમનો પુત્ર અબ્દુલ રઝાક માતા સાથે હતો અને રોડ ક્રોસ કરી રહ્યો હતો. જોકે માતા આગળ નીકળી જતા બાળક પાછળ રહી ગયું હતું. ત્યારે એક ખાનગી સ્કૂલ બસચાલકે બાળકને અડફેટે લેતા તે નીચે પટકાયું હતું અને તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જો કે, સ્થાનિક લોકોએ ભેગા થઈ બાળકને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા.

પરિવારે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો

હોસ્ટિપલમાં સારવાર દરમિયાન બાળકની મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પાલ ગામની પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે પહેલા પરિવાર ફરિયાદ નોંધાવવા માટે તૈયાર નહોતો, પરંતુ બાળકના મોત બાદ પોલીસે પરિવારને ફરિયાદ નોંધાવવાનું કહેતા પરિવારે ફરિયાદ કરવાની ત્યારે પણ ના પાડી હતી. આથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બસ ડ્રાઇવરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

મેઘરજ બેદી બ્લાસ્ટ : પતિએ કમરમાં ડિટોનેટર બેલ્ટ બાંધી પત્નિને ઉડાવી દીધી, પતિનું પણ મોત

Karnavati 24 News

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

Karnavati 24 News

જુનાગઢ માંથી લાખો નું ઉઠમણું કરનાર દંપતી સામે વધુ 15 ફરિયાદો મળી

 જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ચોરવાડના યુવાનની હત્યા

Karnavati 24 News

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

Karnavati 24 News