Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ભારતે પ્રથમ અનઓફિશિયલ વોર્મઅપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું, સૂર્યા-અર્શદીપ ઝળક્યા

ભારતે પ્રથમ અનઓફિશિયલ વૉર્મઅપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ પછી બોલિંગમાં અર્શદીપ સિંહ અને ભૂવનેશ્વર કુમારે સારૂ પ્રદર્શન કર્યુ હતુ. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા 20 ઓવરમા 8 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને રિષભ પંત ઓપનિંગમાં આવ્યા હતા. ભારતની શરૂઆત સારી રહી નહતી અને રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી રિષભ પંત પણ 17 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. દીપક હુડ્ડાએ 22 રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ 27 રનની ઇનિંગ રમી હતી. 

ભારત તરફથી સૂર્યકુમાર યાદવે ફરી એક વખત આક્રમક રમત રમી હતી. સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. જેમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

જવાબમાં ભારતે આપેલા પડકારનો પીછો કરતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહતી. અર્શદીપ સિંહ અને ભૂવનેશ્વર કુમારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. માત્ર 3 ઓવરમાં જ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની 11 રનમાં 4 વિકેટ પડી ગઇ હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રે્લિયાનો સ્કોર 13 ઓવરમાં 82 રનમાં પાંચ વિકેટ થઇ ગયો હતો. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી ફેનીંગે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ જ્યારે ભૂવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલને 1-1 સફળતા મળી હતી. હવે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બીજી અનઓફિશિયલ વોર્મ અપ મેચ 12 ઓક્ટોબરે રમાશે. તે પછી ભારત આઇસીસી વોર્મ અપ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે પણ રમવાનું છે.

संबंधित पोस्ट

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

IPL 2022: તિલક વર્મા ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે

Karnavati 24 News

T20 સીરિઝ શરૂ થયા પહેલા જ ગ્લેન મેક્સવેલે જીતી લીધુ ઇન્ડિયન ફેન્સનું દિલ

Karnavati 24 News

LLC 2022: પઠાણ ભાઇઓએ મચાવી તબાહી, લિજેન્ડ્સ લીગની પ્લેઓફમાં ભીલવાડા કિંગ્સે મેળવ્યુ સ્થાન

Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

Karnavati 24 News

14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નડાલઃ સેમિફાઇનલના બીજા સેટ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એલેક્ઝાન્ડર ઝવેરેવ ક્રેચ પર આવ્યો અને પ્રેક્ષકોને અલવિદા કહ્યું

Karnavati 24 News
Translate »