Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

બારડોલી: સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા ઘાતકી હુમલોના વિરોધમાં બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. પત્રમાં હુમલો કરનારાઓ સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા લેવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત શહેરના ચાર કોંગી કાર્યકરોને પાસા હેઠળ ધરપકડ કરતા તેના વિરોધમાં પણ કોંગ્રેસીઓએ રજૂઆત કરી હતી. જો આ બંને મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

નવસારી જિલ્લાના ખેરગામ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવતા આદિવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. હુમલા બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગયું છે અને જિલ્લા તેમજ તાલુકા મથકો ઉપર આવેદનપત્ર આપી ઘટનાને વખોડવામાં આવી રહી છે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ બારડોલીના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આદિવાસીઓમાં લોકચાહના મેળવી રહેલા ધારાસભ્ય અનંત પટેલનો વિજય નિશ્ચિત હોય કથિત રીતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર દ્વારા આ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા માટે આવી નિમ્ન સ્તરે રાજનીતિ આચરી રહ્યા છે જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે.

કોંગ્રેસ દ્વારા આ ઘટના અંગે તાકીદે તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ભાજપ દ્વારા પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી સુરત શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ સુરત જિલ્લાની બહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે આવી ગેરબંધારણીય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી સપ્ટેમ્બરના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા તે સમયે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા રાજકીય દબાણ લાવી કોંગ્રેસ કાર્યકરો ઉપર પાયા વિહોણા છેડતીના આરોપ લગાવી ફરિયાદ ઊભી કરવામાં આવી હતી. આ મામલે શહેર કોંગ્રેસના આશિષ રાય, ગુલાબ યાદવ, કિશોર શિંદે અને સંતોષ શુક્લની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ચારેયને પાસા હેઠળ જિલ્લા બહાર અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ બંને ઘટનાને લઇ જિલ્લા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ મામલે યોગ્ય તપાસની સાથે  આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

संबंधित पोस्ट

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

કર્ણાટક ચૂંટણી માટે ભાજપની યોજના: યોગ દિવસ પર PM મોદી બેંગલુરુમાં હશે, 10 મહિના અગાઉથી પ્રચારની તૈયારીઓ

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે મંદિરે દર્શન કરી સાધુ સંતો સાથે કરી બેઠક

Karnavati 24 News

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કોરોના ને લઇ કડક કાયદા કર્યા, તો બીજી બાજુ એજ રાત્રિએ ભાજપના નેતાની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News