Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

T20 સીરિઝ શરૂ થયા પહેલા જ ગ્લેન મેક્સવેલે જીતી લીધુ ઇન્ડિયન ફેન્સનું દિલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝનો પ્રારંભ થવાનો છે. સીરિઝની પ્રથમ મેચ ચંદીગઢના મોહાલીના પીસીએ આઇએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમવા જવાનું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ તૈયારીમાં લાગેલી છે. ગ્લેન મેક્સવેલે કઇક એવુ કર્યુ જેને બધાનું દિલ જીતી લીધુ હતુ. પંજાબ ક્રિકેટ એસોસિએશને મેક્સવેલની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પંજાબના યુવા ક્રિકેટરો સાથે જોવા મળી રહ્યો છે.

મેક્સવેલે પ્રેક્ટિસ સેશન દરમિયાન આ યુવા ક્રિકેટરો સાથે કેટલોક સમય વિતાવ્યો હતો, તેમની સાથે સેલ્ફી લીધી હતી અને તેમના બોલનો સામનો પણ કર્યો હતો. મેક્સવેલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ફ્રેન્ચાઇઝી ટીમનો ભાગ છે.

મેક્સવેલ અને વિરાટ કોહલી વચ્ચે ઘણી સારી મિત્રતા છે. આવતા મહિનાથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે, એવામાં આ ટી-20 સીરિઝ ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને માટે મહત્વની છે. સીરિઝની બીજી મેચ 23 જ્યારે અંતિમ મેચ 25 સપ્ટેમ્બરે રમાશે.

ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ પાસે આ અંતિમ તક છે. ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝમાં બન્ને ટીમને પ્રેક્ટિસની તક મળશે. જે પણ ટીમ આ સીરિઝ જીતશે તેનાથી વર્લ્ડકપ પહેલા તૈયારીનો પુરતો સમય પણ મળી રહેશે અને જે પણ ભૂલ થઇ હશે તે સુધરી જશે. ઓસ્ટ્રેલિયા પછી ભારત દક્ષિણ આફ્રિકા સામે પણ ટી-20 સીરિઝ રમવાનું છે.

પ્રથમ ટી-20 મેચમા આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ

ઓસ્ટ્રેલિયાની ટીમ

શોન એબોટ, એશ્ટન એગર, પેટ કમિન્સ ટિમ ડેવિડ, નેથન એલિસ, એરોન ફિન્ચ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, સ્ટીવ સ્મિથ, મેથ્યૂ વેડ, એડમ ઝમ્પા

संबंधित पोस्ट

ટી-20 વર્લ્ડકપ ટીમમાં હર્ષલ પટેલની જગ્યા પર સંજય માંજરેકરે ઉઠાવ્યા સવાલ

આ મારા દ્વારા જોવામાં આવેલી ટેસ્ટની સૌથી શાનદાર ભાગીદારી, જાડેજા-પંતની ભાગીદારી પર એબીડી વિલિયર્સ

Karnavati 24 News

IND Vs WI 2022: ભારતે ચોથી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 59 રનથી હરાવ્યુ, સીરિઝ 3-1થી જીતી

Karnavati 24 News

શ્રેયસ અય્યર-સંજૂ સેમસન સહિતના આ 5 સ્ટાર ખેલાડી, 2023 વર્લ્ડકપ માટે થઇ રહ્યા છે તૈયાર

Admin

વિરાટ કોહલીના નિશાના પર કોચ રાહુલ દ્રવિડનો મોટો રેકોર્ડ, ટી-20માં કેપ્ટન રોહિત શર્મા પહેલા મેળવશે સિદ્ધિ

UP Open 2022: Iga Swiatek એ પોતાનું ત્રીજુ ગ્રાન્ડ સ્લૈમ જીત્યુ, યુએસ ઓપનની ફાઇનલમાં Ons Jabeurને આપી હાર

Translate »