થોડા દિવસોના ઘટાડા બાદ દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 2756 નવા કેસ નોંધાયા છે. આ પછી ચેપ દર પણ 1.15 ટકા પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હવે 28,593 સક્રિય કોરોના દર્દીઓ છે, જે એક દિવસ પહેલા 29,251 હતા. તમને જણાવી દઈએ કે આ 122 દિવસ પછી થયું જ્યારે સક્રિય કેસની સંખ્યા 30 હજારથી નીચે પહોંચી ગઈ.
અત્યાર સુધીમાં 528799 લોકોના મોત થયા
કોરોનાને કારણે આજે દેશભરમાં 21 નવા મોત નોંધાયા છે. જેમાં કેરળમાં 16 લોકોના મોત થયા છે. આ પછી, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 528799 પર પહોંચી ગયો છે. તે જ સમયે, ચેપમાંથી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 44054621 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે રિકવરી રેટ વધીને 98.75 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોનાના આંકડા
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23મી ઓગસ્ટે 30 લાખ, 5મી સપ્ટેમ્બરે 40 લાખ અને 16મી સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગઈ હતી. તે 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ, 20મી નવેમ્બરે 90 લાખ અને 19મી ડિસેમ્બરે એક કરોડનો આંકડો પાર કરી ગયો હતો. આ પછી ગયા વર્ષે 4 મેના રોજ બે કરોડ, 23 જૂને ત્રણ કરોડ અને આ વર્ષે 25 જાન્યુઆરીએ ચાર કરોડનો આંકડો પાર કરી ગયો હતો. નોંધનીય છે કે કોરોના મહામારીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસોથી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. દેશમાં હજુપણ કોરોનાન સંપૂર્ણ રીતે નથી ગયો જેથી લોકોએ તકેદરી રાખવી પડશે.