Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ભારતે પ્રથમ ટી-20માં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું, સૂર્યા-રાહુલની અડધી સદી

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે 8 વિકેટે જીત મેળવી છે. તિરૂવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 106 રન બનાવ્યા હતા, જવાબમાં સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની શાનદાર બેટિંગના દમ પર ભારતે 20 બોલ બાકી રહેતા આ મેચને જીતી લીધી હતી. 3 મેચની ટી-20 સીરિઝમાં ભારત 1-0થી આગળ થઇ ગયુ છે.

સ્કોરબોર્ડ

ભારત: 106/8 (20 ઓવર)
દક્ષિણ આફ્રિકા: 110/2 (16.4 ઓવર)

107 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી, કેપ્ટન રોહિત શર્મા 0 રન પર આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી માત્ર 3 રન જ બનાવી શક્યો હતો. તે બાદ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે મેચ પલટી નાખી હતી, બન્નેએ મુશ્કેલ પિચ પર ધમાકેદાર બેટિંગ કરી હતી.

સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 50 રન બનાવ્યા હતા જેમાં 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. બીજી તરફ કેએલ રાહુલે 56 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. રાહુલે 2 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ મેદાન પર મુશ્કેલ પિચ હતી. એવામાં બેટિંગ કરવી આસાન નહતી, છતા પણ બન્ને બેટ્સમેનોએ અણનમ 93 રનની પાર્ટનરશિપ કરી હતી અને ભારતને જીત અપાવી હતી.

દક્ષિણ આફ્રિકાની ઇનિંગ

ટીમ ઇન્ડિયાના બોલર્સે આ મેચમાં ઐતિહાસિક શરૂઆત કરી હતી. માત્ર 9 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ આઉટ થઇ ગઇ હતી. ભારતના અર્શદીપ સિંહ અને દીપક ચહરે શરૂઆતની 3 ઓવરમાં જ દક્ષિણ આફ્રિકાને ઝટકા આપ્યા હતા, જે બાદ પુરી ટીમ તેમાંથી બહાર આવી શકી નહતી.

અંતમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ લાજ રાખી હતી અને સમ્માનજનક સ્કોર સુધી ટીમને પહોચાડી હતી. એડન માર્કરમે 25, વેન પાર્નેલે 24 અને અંતમાં કેશવ મહારાજે 41 રનની ઇનિંગ રમી હતી જેને કારણે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 106 રન સુધી પહોચી શક્યો હતો.

ભારત તરફથી આ મેચમાં અર્શદીપ સિંહે 3, દીપક ચહરે 2 અને હર્ષલ પટેલને 2 સફળતા મળી હતી.

संबंधित पोस्ट

IPL 2022: ફિટનેસ મુદ્દાઓ વચ્ચે હાર્દિક પંડ્યાને હાઝરીમાં રાખવાની સ્પર્ધા, વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયામાં જોડાવું મુશ્કેલ

Karnavati 24 News

રોહિતે સિક્સર ફટકારી ત્યારે રણવીર સિંહ ચોંકી ગયોઃ ગુજરાત સામેની મેચમાં મુંબઈનો ઉત્સાહ, સમગ્ર મેચમાં પ્રભુત્વ

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’

Admin

Shaheed Bhagat Singh Football Cup: આ મોટા ફૂટબોલ ટુનામેન્ટનું આયોજન કરશે કેજરીવાલ સરકાર

Karnavati 24 News

BCCI: ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માનુ નામ નિશ્વિત! શ્રીલંકા સામે ઘરેલુ સિરીઝ માટે આગામી સપ્તાહે થશે એલાન

Karnavati 24 News
Translate »