Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

IPL 2022: ફિટનેસ મુદ્દાઓ વચ્ચે હાર્દિક પંડ્યાને હાઝરીમાં રાખવાની સ્પર્ધા, વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયામાં જોડાવું મુશ્કેલ

IPL 2022: હાર્દિક પંડ્યાને ફિટનેસની સમસ્યા વચ્ચે ઓક્શનમાં જાળવશે સ્પર્ધા, વેસ્ટ ઇન્ડિઝ-શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયામાં સામેલ થવુ મુશ્કેલ

હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં મુંબઇમાં રહીને ફિટનેસ પર કામ કરી રહ્યો છે. તે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી ઘર આંગણાની સિરીઝથી રહી શકે છે બહાર

Hardik Pandya

હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં ટીમ ઇન્ડિયા (Team India) થી બહાર છે અને તેને હવે ઝડપથી ટીમમાં પરત ફરવુ મુશ્કેલ છે. હાલમાં તે ફીટનેસને લઇને પરેશાન છે. જેને લઇને તેણે ટીમની બહાર રહેવુ પડ્યુ છે. આ દરમ્યાન તેને IPL ની ફેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે (Mumbai Indians) પણ રિટેન નથી કર્યો. તો વળી હવે વર્ષની શરુઆતમાં ફેબ્રુઆરીમાં ઘર આંગણે રમાનારી વ્હાઇટ બોલ સિરીઝ થી પણ બહાર રહેવુ પડી શકે છે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ (West Indies Cricket Team) ભારતનો પ્રવાસ આગામી વર્ષની શરુઆતે જ ખેડનારી છે. ભારત અને વેસ્ટઇન્ડિઝ ટીમ વચ્ચે વન ડે અને T20 ફોર્મેટની મેચોની શ્રેણી ઘર આંગણે રમાનાર છે. ત્યાર બાદ શ્રીલંકા સામે પણ ભારતીય ટીમ T20 સિરીઝ રમનાર છે. જે સિરીઝમાં પણ તેની પસંદગી થવી મુશ્કેલ જણાઇ રહી છે. આ પસંદગીમાં સામેલ થવા માટે તેણે તનતોડ પ્રયાસ કરવો પડશે. તેની ફિટનેસની સમસ્યાથી તેણે રાહત મેળવવી પડશે. જોકે આ માટે તે પુષ્કળ મહેનત કરી રહ્યો છે.

ફિટનેસના કારણે જ હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ગુમાવવો પડ્યો છે. સાથે જ તેણે આઇપીએલમાં પણ પોતાની ટીમ મુંબઇ થી દૂર થવુ પડ્યુ છે. હાલમાં હાર્દિક પંડ્યા ફિનટેસ પર કામ કરી રહ્યો છે. તે મુંબઇમાં જ રિહૈબ થી પસાર થઇ રહ્યો છે. હાર્દિક પંડ્યા જાન્યુઆરી માસમાં ફિટનેસ ટેસ્ટ આપશે. તે આ માટે નેશનલ ક્રિકેટ એકડમીમાં જશે. જ્યાં તેનો અસલી ટેસ્ટ શરુ થશે. રિપોર્ટ મુજબ તે એનસીબીમાં આ માટે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીની શરુઆતમાં જઇ શકે છે.

 

હાર્દિક ની IPL માં રહેશે માંગ

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઇ ઇન્ડિયન્સના એક વિશેષજ્ઞ સુત્રએ કહ્યુ હતુ કે, જુઓ બેશક તેણે પોતાને સાબિત કર્યો છે અને તે એક મોટો ડ્રો છે. તે પોતાના એકલા દમ પર મેચને જીતાડી શકે છે. જોકે હાલમાં સૌ કોઇ જાણે છે કે, તે એક ચેતવણી એટલે કે હેંડલ વિથ કેર લઇ આવી રહ્યો છે. અમારુ માનવુ છે કે, કોઇ પણ ટીમ તેની પર ભારે રકમ લગાવશે. તેના માટે એક મોટી માંગ હશે, જોકે તેના ફિટનેસના મુદ્દાને લઇને તેના વેતન સાથે સમાધાન થઇ શકે છે.

संबंधित पोस्ट

વિદેશી ક્રિકેટર જેમણે ભારતીય મહિલા સાથે કર્યા લગ્ન, આવી છે લાઇફ

Karnavati 24 News

U19 World Cup વિજેતા ટીમ ઇન્ડિયાનો આ યુવા ક્રિકેટર ATS અધિકારીનો પુત્ર, 16 વર્ષની ઉંમરે ગુજરાત અને સૌરાષ્ટ્ર સામે સદી અને બેવડી સદીથી ધમાલ મચાવી હતી

Karnavati 24 News

ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, લૉર્ડ્સના મેદાન પર ક્રિકેટરની શાનદાર વિદાય

AUS vs SL: રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં બનાવેલો T20 રેકોર્ડ તૂટ્યો, શ્રીલંકન બેટ્સમેને વિક્રમ પોતાને નામે કર્યો

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયો, પોતાને અલગ કરી, લોકોને અપીલ કરી

Karnavati 24 News