Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

Pregnancy Planning: આ ત્રણ મહિનામાં ગર્ભવતી થવું સૌથી ખતરનાક, મહિલાઓ રહે સતર્ક

તાજેતરના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઉનાળામાં ગર્ભવતી મહિલાઓમાં કસુવાવડનું જોખમ સૌથી વધુ હોય છે. અમેરિકન સંશોધકોની એક ટીમે આઠ વર્ષ સુધી હાથ ધરાયેલા અભ્યાસ દરમિયાન 6,000 મહિલાઓની ગર્ભાવસ્થા પર નજર રાખી હતી.

અભ્યાસ દરમિયાન જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કસુવાવડનો દર સૌથી વધુ જોવા મળ્યો હતો. ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં કસુવાવડનો દર ફેબ્રુઆરીની સરખામણીમાં 44 ટકા વધુ જોવા મળ્યો હતો. સગર્ભા સ્ત્રીઓમાં કસુવાવડના મોટાભાગના કેસો ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા પૂરા થયા પહેલા જોવા મળ્યા હતા.

નિષ્ણાતો માને છે કે કસુવાવડનું મુખ્ય કારણ ઉનાળાની મોસમમાં વધુ પડતી ગરમી અને જીવનશૈલી હોઈ શકે છે. પરંતુ તે એમ પણ કહે છે કે આ માટે ઘણા વધુ અભ્યાસ જરૂરી છે.

બોસ્ટન યુનિવર્સિટીના અભ્યાસ લેખક ડૉ. એમેલિયા વેસેલિંકે જણાવ્યું હતું કે, “અભ્યાસ દરમિયાન, અમને જાણવા મળ્યું કે ઉનાળાની ઋતુમાં વહેલા કસુવાવડનું જોખમ સૌથી વધુ હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગરમીના કારણે, ગર્ભાવસ્થા દરમિયાન અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ વધી જાય છે જેમ કે સમય પહેલા બાળકનો જન્મ, બાળકનું ઓછું વજન અને ખાસ કરીને ગર્ભમાં બાળકનું મૃત્યુ.

સંશોધકોએ કસુવાવડ અંગેની માહિતી આપનાર મહિલાઓના સર્વેક્ષણના ડેટાનું વિશ્લેષણ કર્યું, જેમાં મહિલાઓએ જણાવ્યું કે તેમને ક્યારે કસુવાવડ થઈ હતી અને તેમની ડિલિવરી માટે કેટલો સમય બાકી હતો.સંશોધકોએ સંશોધનમાં એવી મહિલાઓને સામેલ કરી હતી જેઓ પ્રેગ્નન્સી પ્લાન કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ સગર્ભા મહિલાઓની ડિલિવરી સુધી દેખરેખ રાખવામાં આવી હતી.

આ સંશોધનના પરિણામો જર્નલ એપિડેમિઓલોજીમાં પ્રકાશિત થયા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થાના કોઈપણ સપ્તાહ દરમિયાન કસુવાવડનું જોખમ ફેબ્રુઆરીના અંતની સરખામણીએ ઓગસ્ટના અંતમાં 31 ટકા વધારે હતું.

નિષ્ણાંતે જણાવ્યું હતું કે જે મહિલાઓ ખૂબ જ ગરમીવાળી જગ્યાઓ પર રહે છે તેમાં કસુવાવડનું જોખમ ઘણું વધારે જોવા મળે છે. જોકે નિષ્ણાતો હજુ સુધી ખાતરી નથી કે ગરમી ગર્ભાવસ્થાને અસર કરી શકે છે. પરંતુ તેમનું માનવું છે કે ગરમીના કારણે ગર્ભવતી મહિલાઓમાં પાણીની અછતને કારણે પ્લેસેન્ટાના વિકાસ પર ખરાબ અસર પડે છે. ઉપરાંત, ગર્ભાશયમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે અન્ય ઋતુઓની તુલનામાં ઉનાળામાં ગર્ભપાતનું જોખમ ઘણું વધારે હોય છે. જોકે, સંશોધકોનું એમ પણ કહેવું છે કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.

संबंधित पोस्ट

હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે.

Admin

 પાટણ જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી છેલ્લા પોણા 3 વર્ષમાં રૂ. 4.48 કરોડનો દંડ વસૂલાયો

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ 20 રૂપિયાની આ વસ્તુ પેટની સમસ્યા દૂર કરશે, જાણો કેવી રીતે ઉપયોગ કરવો

Admin

Urine Smells Bad: यूरिन से आने वाली तेज दुर्गंध के ये हैं मुख्य कारण, अनदेखा करने से बिगड़ सकती है सेहत

Karnavati 24 News

આ ખાદ્ય પદાર્થોને ફરીથી ગરમ કરવું જોખમી છે, સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

બાળકને અંગૂઠો ચૂસવાની આદત પડી ગઈ છે, તેનાથી છૂટકારો મેળવવા માટે આ સરળ ઉપાયો અજમાવો

Translate »