Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું: પાક. જાસૂસ ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કોટ વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હતો શખ્સ, સિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું ખુલ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલા શખ્સની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કોટ વિસ્તારમાંથી જે શખ્સને ઝડપ્યો છે, તેના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા છે. જે પાકિસ્તાનમાં ભારતના સીમ કાર્ડ મોકલતો હતો. ક્રાઈમ બ્રાન્ચે શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સને ભારતીય ટેલીકોમ કંપનીઓના સીમકાર્ડ પહોંચાડવા અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવશે. અમદાવાદઃ ગુજરાત ATS એ અમદાવાદ , સુરત , નવસારી અને બનાસકાંઠાથી 15 લોકોની અટકાયત કરી હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અટકાયત કરાયેલા લોકોના કનેક્શન વિદેશમાં બેઠેલા કેટલાક લોકો સાથે જોડાયેલા હોવાની શંકા સૂત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. PFIની પરેડમાં ગયેલા કે નહીં તેની ATSએ તપાસ હાથ ધરી હોવાનો સૂત્ર દાવો કરી રહ્યા છે.પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સને ભારતીય ટેલીકોમ કંપનીઓના સીમકાર્ડ પહોંચાડવા અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવશે.

संबंधित पोस्ट

 જામનગરમાં સ્વામીનારાયણનગરમાં ટ્રકમાંથી ટાયરની ચોરી

Karnavati 24 News

रोसड़ा में बड़ी संख्या में हाथियार के साथ 2 अपराधी गिरफ्तार, लूटकांड का DSP ने किया खुलासा।

Admin

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

Karnavati 24 News

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News

પૌત્રને અભ્યાસ અર્થે વિદેશ મોકલવાની લાલચે વૃદ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા.

નકલી સીબીઆઈ ઓફિસર બની લૂંટારાઓએ વેપારીની ઓફિસ પર દરોડા પાડ્યા, 50 લાખ લૂટી ગયા

Admin
Translate »