Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પૌત્રને અભ્યાસ અર્થે વિદેશ મોકલવાની લાલચે વૃદ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા.

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના વાલીઓ અનેક પ્રયાસો કરતા હોય છે અને વિદેશ અભ્યાસ માટે મોકલવા માટે પણ વાલીઓ તત્પર રહેતા હોય છે જોકે કેટલીક લાલચોમાં વાલીઓ છેતરાતા પણ હોય છે અને લાખો રૂપિયા ગુમાવા પણ પડતા હોય છે.

વડાલી તાલુકાના થેરાસણા ગામના 65 વર્ષીય વૃદ્ધ પોતાના પૌત્રને વિદેશ અભ્યાસક્રમ માટે મોકલવાની તૈયારીઓ કરી હતી પરંતુ લોભામણી અને છેતરામણી વાતોમાં આવી જતા લાખો રૂપિયા ગુમાવવા પડ્યા હતા.

હીરસના ગામના 65 વર્ષીય બાબુભાઈ પુંજાભાઈ પટેલ ના પૌત્ર વિશાલ પટેલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી સારાં એવા માર્ક્સ સાથે પાસ થયો હતો જેની ઈચ્છા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની હતી તેને લઈને વિશાલના દાદા તેને વિદેશ મોકલવા તૈયાર થયા હતા બાદમાં બાબુભાઈ પટેલ દ્વારા અમદાવાદની વિઝા કન્સલ્ટિંગ ઓફિસની મુલાકાત લીધી હતી અમદાવાદ ખાતેની શ્રીજી રોડ સ્થિત રત્નમ કોમ્પલેક્ષમાં આવેલ વિઝા કન્સલ્ટિંગ ની ઓફિસમાં પહોંચ્યા હતા અને ત્યાં બેસેલા એજન્ટ સાથે ચર્ચા થઈ હતી અને ચર્ચાના અંતે બાબુભાઈ ત્રણ લાખ રૂપિયાનું ચેક આપ્યો હતો અને એજન્ટે લેટરપેડ ઉપર લખાણ આપ્યું હતું કે તમારા પુત્ર વિશાલ ને પરીક્ષા આપવા દિલ્હી જવું પડશે અને દિલ્હી ખાતે તમારો પૌત્ર પરીક્ષામાં નાપાસ થશે તો અમે અમારી એક લાખ ફી કાપી બાકીની બે લાખ રૂપિયા જેટલી ફી તમને પરત આપવામાં આવશે આવું કંઈ થયું જ નહીં અને બાબુભાઈ પટેલે આપેલા ત્રણ લાખ રૂપિયા માંથી બે લાખ રૂપિયા પરત માગવાની વાત કરતા બાબુભાઈ પટેલની અલગ અલગ વાતો કરી પૈસા પરત ન આપતા બાબુભાઈ પટેલે વડાલી ખાતે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદીના આધારે પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

સુરત ના પાંડેસરા વિસ્તાર મા લાશ મળી

Karnavati 24 News

ખાણો તેમજ અંતરિયાળ વિસ્તારમાં વીજ ચોરીને ડામવા પીજીવીસીએલનો નવતર પ્રયોગ

Karnavati 24 News

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News

मध्यप्रदेश: रीवा के संजय गांधी हॉस्पिटल में डॉक्टर के साथ एवं स्टाफ के साथ की गई मारपीट।

Admin

ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે

Admin

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News
Translate »