નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ એકાએક વાદળો ગોરંભાતા અને વરસાદ તૂટી પડતા નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓ હતાશ થઈ ગયા હતા.જોકે રાત્રે વરસાદે વિરામ લેતા ખેલૈયાઓને હાશકારો થયો હતો અને કોરોનાના બે વર્ષ બાદ આવેલી નવરાત્રીને પ્રથમ દિવસથી જ લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાડયો હતો આસો માસના આરંભે ભાવનગર શહેરમાં બપોરના સમયે અષાઢી ધારાએ એક ઈંચ વરસાદ ખાબકી જતા ખાસ તો નવરાત્રીમાં રસોત્સવ રમવામાં રસ ધરાવનાર ખેલૈયાઓમાં અને આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે બપોર બાદ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું. ભાવનગર શહેરમાં એક ઇંચ ઉપરાંત ઉમરાળા, પાલિતાણા અને વલભીપુરમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. વરસાદના ગણાતા હસ્ત નક્ષત્રનો આરંભ થવા જઈ રહ્યો ગોહિલવાડ પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જમ્યો છે અને તળાજામાં દોઢ ઇંચ અને ગારીયાધારમાં પણ ઇંચ વરસાદ વરસી ગયા બાદ ભાવનગર શહેરમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું અને બપોરના સમયે ધોધમાર એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. વરસાદથી શેરી ગરબાથી માંડીને પ્રોફેશનલ રસોત્સવના આયોજકોમાં ચિંતા પ્રસરી વાળી હતી. ખાસ તો બે વર્ષ બાદ આ વખતે કોરોનાના બંધન વગર દાંડિયા રાસ યોજાઈ રહ્યા છે ત્યારે વરસાદ વિઘ્ન રૂપ બનશે કે કેમ તેની ચિંતા ખેલૈયાઓમાં પણ પ્રસરીવાળી છે.