મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રતિકભાઇ હિરપરા એ ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપી દીપકભાઈ અને રાજેશભાઈ તેમજ અન્ય દ્વારા ફરિયાદી પાસેથી ઘઉંની ખરીદી કરી રૂપિયા 13,61,952 ન આપી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે અગાઉ આરોપી એક પકડાઈ ગયેલ હોય ત્યારે વધુ તપાસમાં એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેસાણ ચોકડી નજીકથી શાજીદ રાસલીલા નામના આરોપીને પકડી પાડ્યો પકડાયેલા આરોપી અન્ય તાલુકા પોલીસ સ્ટેશન અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો કર્યો હોવાનું પણ ખૂલ્યું છે.