Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

INDVsAUS: રોહિત શર્મા T20Iમાં સિક્સર કિંગ બનવાથી માત્ર એક પગલુ દૂર, માર્ટિન ગુપ્ટિલનો તોડશે વર્લ્ડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બેટથી વધુ કમાલ બતાવી શક્યો નહતો પરંતુ પોતાની નાની ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ પોતાનું નામ ઇતિહાસના પાનામાં દર્જ કરાવી લીધુ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ  ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ દરમિયાન વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. આ વર્ષે ભારતના ફુલ ટાઇમ કેપ્ટન બનાવવાના રોહિત શર્મા આક્રમક બેટિંગ શૈલી માટે જાણીતો છે અને આ કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં રમાયેલી મેચમાં એકમાત્ર સિક્સર ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો.

ભારતીય ઇનિંગની શરૂઆતમાં ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પેટ કમિન્સ વિરૂદ્ધ બીજી ઓવરમાં એક ફ્લેટ સિક્સર ફટકારી હતી. આ સિક્સર સાથે રોહિત શર્માએ વર્તમાન સમયમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગુપ્ટિલે T20I ક્રિકેટમાં અત્યાર સુધી 172 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા પણ હવે 172 સિક્સર ફટકારી ચુક્યો છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલ (124) ત્રીજા અને ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ઇયાન મોર્ગન (120) ચોથા અને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ (117) પાંચમા નંબર પર છે.

ભારતના કેપ્ટન રોહિત શર્મા માટે આ વર્ષ યાદગાર રહ્યુ છે, તેને 18 મેચમાં 25.52ની એવરેજથી 434 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી બે અડધી સદી પણ નીકળી છે અને તેનો બેસ્ટ સ્કોર 72 રનનો રહ્યો છે. રોહિત શર્માએ આ વર્ષે અત્યાર સુધી 22 સિક્સર ફટકારી છે.

મેચની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ કેમરૂન ગ્રીન (61)ની આક્રમક અડધી સદી અને મેથ્યૂ વેડ (અણનમ 46 રન)ની મદદથી ભારતને પ્રથમ ટી-20 મેચમાં મંગળવારે ચાર વિકેટ ઝડપી હતી.ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા જેને ઓસ્ટ્રેલિયાએ ચાર બોલ બાકી રહેતા મેળવી લીધો હતો.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા હતા અને રોહિત શર્મા (11) અને વિરાટ કોહલી (02) જલ્દી આઉટ થવા છતા ભારતે વિસ્ફોટક બેટિંગ સાથે પાવર પ્લેમાં 46 રન બનાવ્યા હતા. રાહુલે સ્ટ્રાઇક રેટ સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપતા 35 બોલમાં ચાર ફોર અને 3 સિક્સરની મદદથી 55 રન બનાવ્યા હતા અને સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાગવે આઉટ થયા પહેલા 25 બોલમાં 2 ફોર અને 4 સિક્સર ફટકારતા 46 રન બનાવ્યા હતા.

રાહુલ (12મી ઓવર) અને સૂર્યકુમાર યાદવ (14મી ઓવર)ની વિકેટ પડ્યા બાદ અક્ષર પટેલ પણ 16મી ઓવરમાં છ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. દિનેશ કાર્તિક (06) પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શક્યો નહતો પરંતુ હાર્દિક પંડ્યાએ પોતાની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારતા ભારતને 200 રનના આંકડાની પાર પહોચાડ્યો હતો. હાર્દિક પંડ્યાએ 30 બોલમાં સાત ફોર અને પાંચ સિક્સરની મદદથી આક્રમક 71 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગની મદદથી ભારતે અંતિમ પાંચ ઓવરમાં 67 રન જોડતા 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા.

संबंधित पोस्ट

ટીમ ઈન્ડિયાએ શરૂ કરી પ્રેક્ટિસઃ કોચ દ્રવિડે ઉમરાનને આપી ટિપ્સ, કાર્તિકે લેપ સ્કૂપ અને રિવર્સ સ્કૂપ શૉટની પ્રેક્ટિસ કરી

Karnavati 24 News

T20 World Cup 2022માં આ ત્રણ ટીમ બધા પર ભારે પડશે, પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું- કોણ બનશે ચેમ્પિયન

આંસુઓ સાથે રોજર ફેડરરની ઇમોશનલ વિદાય, રાફેલ નડાલ અને જોકોવિચ પણ ભાવુક થયા

પાકિસ્તાનની બેઇજ્જતી, થાઇલેન્ડે મહિલા ટીમને એશિયા કપમાં પ્રથમ વખત હરાવી

केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’

Admin

T20 વર્લ્ડકપ પછી ન્યૂઝીલેન્ડ જશે ટીમ ઇન્ડિયા, કાર્યક્રમ થયો જાહેર

Karnavati 24 News
Translate »