Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

આંસુઓ સાથે રોજર ફેડરરની ઇમોશનલ વિદાય, રાફેલ નડાલ અને જોકોવિચ પણ ભાવુક થયા

સ્વિત્ઝરલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરે તાજેતરમાં સંન્યાસની જાહેરાત કરી હતી. 41 વર્ષના ફેડરરે શુક્રવાર મોડી રાત્રે પોતાની અંતિમ મેચ રમી હતી. ફેડરરે આ મેચ ડબલ્સમાં રમી હતી. જેમાં તેના જોડીદાર સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલ રહ્યો હતો.

લંડનમાં  રોજર ફેડરર પોતાની કરિયરના અંતિમ મુકાબલામાં જીત મેળવી શક્યો નહતો, તેનો મુકાબલો અમેરિકાના ફ્રાંસેસ ટિયાકો અને જૈક સૉક સાથએ થયો હતો, જેમાં તેમણે 4-6, 7-6 (2), 11-9થી હાર મળી હતી. મેચ બાદ ફેડરરની ઇમોશનલ રીતે વિદાય થઇ હતી.

અંતિમ મેચ બાદ રડવા લાગ્યો ફેડરર

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે પોતાની અંતિમ મેચ બાદ ફેડરરની આંખમાંથી આંસૂ છલકી પડ્યા છે. તે રડતો જોવા મળે છે. આ દરમિયાન નડાલ સિવાય સર્બિયાના સ્ટાર પ્લેયર નોવાક જોકોવિચ પણ સાથે જોવા મળ્યા હતા. સાથે કેટલાક સ્ટાર ખેલાડી પણ હતા. ફેડરર આ તમામને ગળે મળ્યો હતો અને ટેનિસને અલવિદા કહ્યુ હતુ.

આ દરમિયાન રાફેલ નડાલ સહિત બાકી પ્લેયર્સ પણ ભાવુક જોવા મળ્યા હતા. મહત્વપૂર્ણ છે કે રોજર ફેડરર મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીતવા મામલે ત્રીજા નંબર પર છે, તેને અત્યાર સુધી 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે, જ્યારે આ મામલે રાફેલ નડાલ ટોપ પર છે, જેમણે સૌથી વધુ 22 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે.

2018માં જીત્યો હતો અંતિમ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ

રોજર ફેડરરે પોતાનો અંતિમ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ 28 જાન્યુઆરી 2018માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી, ત્યારે તેને ખિતાબી મુકાબલામાં ક્રોએશિયાના મારિન સિલિચને હરાવ્યો હતો. તે સમયે તે 20 ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીતનાર પ્રથમ મેન્સ ખેલાડી બની ગયો હતો. જોકે, બાદમાં રાફેલ નડાલે આ વર્ષે તેના આ રેકોર્ડને તોડી નાખ્યો હતો., તે ખિતાબ બાદ ફેડર પર ઉંમરની અસર દેખાવાની શરૂ થઇ હતી અને તેના ફોર્મમાં ઘટાડો થયો હતો. અંતિમ વખત ફેડરરે 2021 ફ્રેન્ચ ઓપનમાં ભાગ લીધો હતો.

संबंधित पोस्ट

ભારત વન-ડે અને ટી-20 વર્લ્ડકપ જીતનાર પ્રથમ દેશ, અત્યાર સુધી આ ટીમો રચી ચૂકી છે ઇતિહાસ

સુરત આવી પહોંચેલી ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલેનું ઉષ્માપૂર્ણ સ્વાગત

Karnavati 24 News

રાહુલ-કોહલીની વાપસી ટીમ ઇન્ડિયાનું કૉમ્બિનેશન બગાડી ના દે? રોહિત શર્માનું ટેન્શન વધ્યુ

Karnavati 24 News

રણજી ટ્રોફી ફાઈનલ: RCB બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન, રણજી ફાઇનલમાં સદી ફટકારી

Karnavati 24 News

Ind vs WI: ધવન કોરોના પોઝિટિવ, લોકેશ રાહુલ નહી રમે પ્રથમ વન ડે, રોહિત શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ?

Karnavati 24 News

Wimbledon 2022: ઇતિહાસમાં દર્જ થયુ નોવાક જોકોવિચનું નામ, નડાલ-ફેડરર પહેલા મેળવી આ સિદ્ધિ

Karnavati 24 News
Translate »