Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

T20 World Cup 2022માં આ ત્રણ ટીમ બધા પર ભારે પડશે, પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું- કોણ બનશે ચેમ્પિયન

ટી-20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થવાનો છે, જેને લઇને તમામ ટીમ તૈયાર થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાએ આ ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સીરિઝ રમી હતી અને જીત મેળવી છે. ટી-20 વર્લ્ડકપ પહેલા પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી માઇકલ બેવને જણાવ્યુ કે આ વખતે કઇ ટીમ ચેમ્પિયન બનશે. બેવનનું માનવુ છે કે ટૂર્નામેન્ટમાં ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનું પલડુ ભારે રહેશે.

પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી માઇકલ બેવનનું માનવુ છે કે ટી-20 વર્લ્ડકપ 2022માં ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ વિરોધી ટીમો પર ભારે પડી શકે છે. માઇકલ બેવને કહ્યુ કે હું ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને પસંદ કરીશ પરંતુ ઓસ્ટ્રેલિયા પાસે ઘણા સારા ખેલાડી છે. તે જ્યારે રમવાનું શરૂ કરે છે તો તે ઘણો પ્રભાવી પ્રદર્શન કરે છે. મને લાગે છે કે આ ટીમ આ વખતે વર્લ્ડકપ જીતી શકે છે.

માઇકલ બેવને શ્રીલંકાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે આ ફેક્ટ છે કે શ્રીલંકાએ એશિયા કપમાં જીત મેળવી છે અને છેલ્લા બે ત્રણ મહિનામાં સારૂ પ્રદર્શન કર્યુ છે, તેમણે જે રીતની ક્રિકેટ રમી છે, લોકો તેને ઘણા પસંદ કરે છે. માટે તે પુરી રીતે તૈયાર છે અને તેની વિરોધી ટીમ ભાગ્યે જ તેને લઇને હજુ કેરફુલ નથી.

ટી-20 વર્લ્ડકપ માટે ભારત તૈયાર

ટી-20 વર્લ્ડકપને લઇને ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં તૈયાર થઇ ગઇ છે. ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાના પર્થમાં પ્રેક્ટિસ કરશે. ટીમ આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ અભિયાનને લઇને તૈયારી કરશે. 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમીને ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ કરશે. આ ટીમમાં વિરાટ કોહલી અને સૂર્યકુમાર પર સૌની નજર રહેશે. હાર્દિક પંડ્યા પણ મેચ હિટર સાબિત થઇ શકે છે.

संबंधित पोस्ट

આગામી 5 મહિનામાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો 4 ટીમો સાથે, સાઉથ આફ્રિકાથી બદલો લેવાની તક પણ મળશે, જુઓ શેડ્યૂલ

Karnavati 24 News

મયંક અગ્રવાલ: ઓપનિંગ બાદ મિડલ ઓર્ડરમાં પણ નિષ્ફળ, ખાતું ખોલાવ્યા વિના બીજા બોલ પર બોલ્ડ થયો

Karnavati 24 News

દિલ્હી કેપિટલ્સના માલિકે રિષભ પંતને ગણાવ્યો દરેક ફોર્મેટમાં શ્રેષ્ઠ, BCCIને કેપ્ટન બનાવવા ભલામણ કરી

Karnavati 24 News

બુમરાહના ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થવા પર ફેન્સ ગુસ્સે થયા, કહ્યું- સંન્યાસ લઇ લો

વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ

Karnavati 24 News

INDVsAUS: રોહિત શર્મા T20Iમાં સિક્સર કિંગ બનવાથી માત્ર એક પગલુ દૂર, માર્ટિન ગુપ્ટિલનો તોડશે વર્લ્ડ રેકોર્ડ

Karnavati 24 News
Translate »