Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

પાકિસ્તાનની બેઇજ્જતી, થાઇલેન્ડે મહિલા ટીમને એશિયા કપમાં પ્રથમ વખત હરાવી

મહિલા એશિયા કપ 2022માં સારા ફોર્મમાં ચાલી રહેલી પાકિસ્તાનની ટીમને મોટી મોટી ટીમ નહતી હરાવી શકતી પણ થાઇલેન્ડે આ કામ રોમાંચક અંદાજમાં કર્યુ છે. નટકાન ચંથામ (61)ની શાનદાર અડધી સદીની મદદથી થાઇલેન્ડે પાકિસ્તાનને મહિલા એશિયા કપના મુકાબલામાં એક બોલ બાકી રહેતા ચાર વિકેટે હરાવીને ત્રણ મેચમાં પોતાની પ્રથમ જીત મેળવી હતી.

પાકિસ્તાનને 20 ઓવરમાં પાંચ વિકેટે 116 રન પર રોક્યા બાદ થાઇલેન્ડે 19.5 ઓવરમાં છ વિકેટે 117 રન બનાવીને તહેલકો મચાવી દીધો હતો. નટકાન ચંથામને મેચ વિજયી અડધી સદીની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. નટકાન ચંથામે 51 બોલમાં પોતાની ઇનિંગમાં પાંચ ફોર અને બે સિક્સર ફટકારી હતી.

પાકિસ્તાનની ઇનિંગમાં સિદરા અમીને 64 બોલમાં છ ફોરની મદદથી સૌથી વધારે 56 રન બનાવ્યા હતા. મુનીબા અલીએ 15 અને નિદા ડારે 12 રનનું યોગદાન આપ્યુ હતુ. થાઇલેન્ડ તરફથી સોર્નનરીન તિપ્પૉચે ચાર ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પડકારનો પીછો કરતા થાઇલેન્ડે 40 રનની શરૂઆત કરી હતી.

નટકામ ચંથામે એક છેડો સંભાળતા થાઇલેન્ડની ઇનિંગને સંભાળી રાખી હતી. તે જ્યારે આઉટ થઇ ત્યારે થાઇલેન્ડનો સ્કોર 105 રન સુધી પહોચી ગયો હતો અને જીતની નજીક હતી. થાઇલેન્ડે એક બોલ બાકી રહેતા જીત મેળવી હતી. પાકિસ્તાનને ત્રણ મેચમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. અંતિમ ઓવરમાં થાઇલેન્ડે 10 રન ફટકાર્યા હતા, જે ડાયના બેગ જેવી બોલર વિરૂદ્ધ બનાવવા આસાન નહતા.

પાકિસ્તાને ક્યારેય સપનામાં પણ નહી વિચાર્યુ હોય કે તેને થાઇલેન્ડ જેવી ટીમ સામે હારનો સામનો કરવો પડશે. પાકિસ્તાનની હાર બાદ વિશ્વ ક્રિકેટ જગતમાં પાકિસ્તાનની મજાક ઉડી હતી અને થાઇલેન્ડના બોલરો સામે પાકિસ્તાનના બેટ્સમેન પણ ફ્લોપ રહ્યા હતા. પાકિસ્તાન મોઢુ દેખાવા લાયક પણ બચી નહતી.

संबंधित पोस्ट

IND Vs WI 2022: ભારતે ચોથી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 59 રનથી હરાવ્યુ, સીરિઝ 3-1થી જીતી

Karnavati 24 News

https://karnavati24news.com/news/13694

Karnavati 24 News

ભારત-બાંગ્લાદેશ વન્ડે, ટેસ્ટ સમયપત્રક: ભારત-બાંગ્લાદેશ મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો સંપૂર્ણ સમયપત્રક અને લાઈવ સ્ટ્રિંમીગ વિશે

Admin

હરમનપ્રીતના સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ જીતી: રોમાંચક ફાઇનલ મેચમાં દીપ્તિ શર્માની વેલોસિટી ટીમને 4 રનથી હરાવ્યું

Karnavati 24 News

કેન્દ્રશાસિત દીવમાં જિલ્લા લેવોનો ફૂટબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો . .

Karnavati 24 News

SRHની હાર માટે વિલિયમસન દોષિત: દિલ્હી સામે 40થી ઓછો સ્ટ્રાઈક રેટ, ટુર્નામેન્ટની 10 ઇનિંગ્સમાં માત્ર 1 અડધી સદી ફટકારી

Translate »