Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

સચિન તેંડુલકરે મધ્ય પ્રદેશ ક્રિકેટ સંગઠનના મુખ્ય ક્યૂરેટરને આપી ખાસ ભેટ, જીતી લીધુ દિલ

મધ્ય પ્રદેશ ક્રિકેટ સંગઠનના મુખ્ય ક્યૂરેટર સમંદર સિંહ ચૌહાણે કહ્યુ કે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે તેમણે ઇન્દોરમાં ખાસ ભેટ તરીકે પોતાના ઓટોગ્રાફ ધરાવતી ટી શર્ટ અને જૂતા આપ્યા છે. ચૌહાણ અનુસાર, સચિને તેમણે આ બેટ તે બોલના બદલે આપી જેને માસ્ટર બ્લાસ્ટરે 12 વર્ષ પહેલા ગ્વાલિયરમાં આંતરરાષ્ટ્રીય વન ડે ઇતિહાસની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.

મહત્વપૂર્ણ છે કે રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ ટૂર્નામેન્ટની ટી-20 મેચમાં સચિન ચાર દિવસથી ઇન્દોરમાં હતો. ટી-20 ક્રિકેટમાં પૂર્વ ક્રિકેટરોની અલગ અલગ દેશોની ટીમ વચ્ચે મેચ રમાઇ રહી છે જેમાં સચિન ઇન્ડિયા લીજેન્ડ્સ ટીમની આગેવાની કરી રહ્યો છે. ચૌહાણે જણાવ્યુ કે ઇન્ડિયા લીજેન્ડ્સ અને ન્યૂઝીલેન્ડ લીજેન્ડ્સ વચ્ચે આયોજિત મેચ સોમવાર રાત્રે વરસાદને કારણે ધોવાયા બાદ સચિને તેમણે પોતાની ટીમના ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યા હતા અને ખાસ ભેટ તરીકે જૂતા અને પોતાના ઓટોગ્રાફ ધરાવતી જર્સી આપી હતી.

MPCAના મુખ્ય ક્યૂરેટરે જણાવ્યુ કે સચિન જ્યારે પ્રેક્ટિસ માટે રવિવારે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં પહોચ્યો તો તે ગ્વાલિયરમાં વર્ષ 2010માં તેના દ્વારા ફટકારવામાં આવેલા બેવડી સદીના કીર્તિમાન સાથે જોડાયેલ બોલ લઇને માસ્ટર બ્લાસ્ટર પાસે પહોચ્યો હતો અને તેને આ બોલ પર ઓટોગ્રાફ આપવાની ભલામણ કરી હતી. ચૌહાણે જણાવ્યુ, આ બોલને જોતા જ ખુશ થયેલા સચિને પૂછ્યુ કે શું હું તેને ભેટમાં આપી શકુ છું? હું તુરંત સહમત થઇ ગયો કારણ કે આ મારી માટે સૌભાગ્યની વાત હતી, તેમણે જણાવ્યુ કે ગ્વાલિયરમાં 12 વર્ષ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વન ડે મેચ પૂર્ણ થયા બાદ તેમણે સચિનના બેવડી સદીના કીર્તિમાન સાથે જોડાયેલા બોલને યાદ તરીકે રાખી લીધો હતો.

વિકેટ તૈયાર કરવામાં ચાર દાયકાથી વધુનો અનુભવ રાખનારા ક્યૂરેટરે જણાવ્યુ કે ગ્વાલિયરના કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમની જે પિચ પર સચિને આ સિદ્ધિ મેળવી હતી, તેને તેમણે જ તૈયાર કરી હતી. ગ્વાલિયરમાં 24 ફેબ્રુઆરી 2010માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વન ડે મેચમાં સચિને 147 બોલમાં 25 ફોર અને 3 સિક્સરની મદદથી 200 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વન ડે ક્રિકેટમાં કોઇ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી પ્રથમ બેવડી સદી હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 153 રનથી જીત મેળવી હતી અને સચિનને મેચનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

Ranji Trophy: दिल्ली पर बरसे शाहरुख खान, धमाकेदार शतक से दिया करारा जवाब, फ्रंटफुट पर तमिलनाडु

Karnavati 24 News

IND Vs AUS / रविचंद्रन अश्विन ने पहले टेस्ट में एलेक्स कैरी को आउट कर अनिल कुंबले के 18 साल पुराने रिकॉर्ड को तोड़ा

Admin

क्या द्रविड़ क्लब में एंट्री करेंगे कोहली? इंदौर के टेस्ट मैच में बना सकते है यह रिकॉर्ड

Admin

वेस्ट इंडीज का सफाया करते ही राहुल द्रविड़ का ऐलान- T20 World Cup की टीम इंडिया हो चुकी है तैयार

Karnavati 24 News

कोमनवेल्थ गेम्स – भारत की महिला टीम ने पाकिस्तान को जबर्दस्त धोया

Karnavati 24 News

खेल से व्यक्ति के जीवन में अनुशासन आता है:- विधायक अमृतपाल सिंह

Admin