Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

UP Open 2022: Iga Swiatek એ પોતાનું ત્રીજુ ગ્રાન્ડ સ્લૈમ જીત્યુ, યુએસ ઓપનની ફાઇનલમાં Ons Jabeurને આપી હાર

UP Open 2022: પોલેન્ડની ટેનિસ સ્ટાર અને વિશ્વની નંબર વન Iga Swiatek એ ટ્યુનિશિયાની Ons Jabeur સતત સેટમાં 6-2, 7-6 (5) થી હરાવીને પ્રથમ વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું. આ તેનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ વર્ષે માર્ચમાં એશ્લેહ બાર્ટીના નિવૃત્તિના અચાનક નિર્ણય પછી સ્વ્યાટેક 20 વર્ષની ઉંમરે નંબર વન બની ગઇ હતી. તેણે ફ્રેન્ચ ઓપન ટાઇટલ સહિત સતત 37 મેચ જીતી છે.

જીત બાદ Iga Swiatek  એ જણાવ્યું હતું કે મારે શાંત રહેવાની અને મારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી. મને ગર્વ છે કે મેં ન્યૂયોર્કના ઘોંઘાટને સારી રીતે સંભાળ્યો. ફાઇનલમાં બીજો સેટ ટાઇ-બ્રેકમાં 4-5થી બંધ રહ્યો હતો.

ક્લે કોર્ટના નિષ્ણાત ગણાતા Iga Swiatek  દ્વારા હાર્ડ કોર્ટ પર મળેલી સફળતા આશ્ચર્યજનક છે. તેણે દોહા, ઈન્ડિયન વેલ્સ અને મિયામીની હાર્ડ કોર્ટ પર સતત ત્રણ WTA 1000 ઈવેન્ટ જીતી છે. યુએસ ઓપન ટાઇટલ તેની વિવિધતા દર્શાવે છે. છેલ્લા 15 વર્ષમાં અલગ-અલગ કોર્ટ પર ટાઇટલ જીતનારી અમેરિકાની સેરેના વિલિયમ્સ અને જસ્ટિન હેનિન પછી તે ત્રીજી મહિલા ખેલાડી બની છે.

“મેં ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું પરંતુ મને ખાતરી ન હતી કે હું અત્યારે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શકીશ કે કેમ ખાસ કરીને યુએસ ઓપનમાં જ્યાં કોર્ટ ઝડપી હોવાનું માનવામાં આવે છે. Iga Swiatek એ કહ્યું હતું કે “તે એવી વસ્તુ છે જેની મને અપેક્ષા ન હતી પરંતુ મને આનંદ છે કે હું તે કરવામાં સફળ રહી.

પોલિશ સ્ટાર જબરદસ્ત ફોર્મમાં છે. તેઓએ તેમની છેલ્લી 10 ફાઈનલ સતત સેટમાં જીતી છે. આ વર્ષે તેનું આ સાતમું ટાઈટલ છે. રશિયાની મારિયા શારાપોવા બાદ 2008માં ત્રીજો મોટો ખિતાબ જીતનારી Iga Swiatek  સૌથી નાની વયની મહિલા ખેલાડી બની હતી.

બે વખતની ફ્રેન્ચ ઓપન વિજેતા 2016માં જર્મનીની એન્જેલિક કર્બર બાદ એક જ સિઝનમાં બે મેજર જીતનારી પ્રથમ ખેલાડી બની છે. સોમવારના રોજ જાહેર થનારી નવીનતમ મહિલા રેન્કિંગમાં Iga Swiatek  અને Ons Jabeur નંબર વન અને બે પર રહેશે. Swiatek ને જીતમાંથી $2.6 મિલિયનની વિજેતા ઈનામી રકમ મળી.

संबंधित पोस्ट

રોહિતની વિવાદાસ્પદ વિકેટ: બોલ અને બેટના સંપર્ક પહેલા સ્નિકો મીટરમાં સ્પાઇક દેખાય છે!, થર્ડ અમ્પાયર આઉટ થયો; આકાશ અંબાણી સહિતના કોચ નારાજ

Karnavati 24 News

ઘરમાં જ પાકિસ્તાનનો પરાજય, ઇંગ્લેન્ડે 4-3થી ટી-20 સીરિઝ જીતી રચ્યો ઇતિહાસ

IPL 2022 તમામ ટીમોએ જાહેર કરી દીધા કેપ્ટન, આ બે ટીમોએ વિદેશી ખેલાડીને બનાવ્યા કેપ્ટન

Karnavati 24 News

FIFA World Cup 2022: સેમીફાઇનલ અગાઉ વિવાદ, લિયોનેલ મેસ્સી સાથે ઘર્ષણ કરનાર રેફરીની છૂટ્ટી

Admin

Wimbledon 2022: ઇતિહાસમાં દર્જ થયુ નોવાક જોકોવિચનું નામ, નડાલ-ફેડરર પહેલા મેળવી આ સિદ્ધિ

Karnavati 24 News

રંગીલું રાજકોટ ક્રિકેટમય બનશે: આવતીકાલે બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે

Karnavati 24 News
Translate »