Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

વિરાટ કોહલીના નિશાના પર કોચ રાહુલ દ્રવિડનો મોટો રેકોર્ડ, ટી-20માં કેપ્ટન રોહિત શર્મા પહેલા મેળવશે સિદ્ધિ

એશિયા કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ફોર્મ મેળવ્યા બાદ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની નજર ટી-20 વર્લ્ડકપ પહેલા કેટલાક રન બનાવવા પર હશે. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર આ વર્લ્ડકપ પહેલા ભારત ઘરેલુ ધરતી પર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ-ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે. આ સીરિઝમાં વિરાટ કોહલીના નિશાના પર બે મોટા રેકોર્ડ હશે. એક રેકોર્ડમાં તે કોચ રાહુલ દ્રવિડને પછાડશે તો બીજા કેપ્ટન રોહિત શર્મા પહેલા એક સિદ્ધિ મેળવશે. 

ટી-20 ક્રિકેટમાં 11 હજાર રન

વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં 11 હજાર રનના આંકડાથી માત્ર 98 રન દૂર છે. જો આગામી સીરિઝમાં તે આ રન બનાવી લે છે તો તે આમ કરનાર પ્રથમ ભારતીય બનશે. વિરાટ કોહલીના નામે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 40.37ની એવરેજ સાથે 10902 રન છે. કોહલીએ ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધી 349 મેચ રમી છે, આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 132.95નો રહ્યો છે. બીજી વાત રોહિત શર્માની કરીએ તો તે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં 10470 રન સાથે બીજા સ્થાન પર છે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે વિરાટ કોહલી આ સમયે ક્રિસ ગેલ (14562), શોએબ મલિક (11893) અને કિરોન પોલાર્ડ (11829) પછી ચોથા નંબર પર છે.

વિરાટ કોહલી તોડશે રાહુલ દ્રવિડનો રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી 24002 રન સાથે સાતમા સ્થાન પર છે. જો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આગામી સીરિઝમાં 207 રન બનાવવામાં સફળ રહે છે તો તે રાહુલ દ્રવિડના રેકોર્ડને તોડી નાખશે અને છઠ્ઠા સ્થાન પર પહોચી જશે. રાહુલ દ્રવિડના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 509 મેચમાં 24208 રન છે. જ્યારે સચિન તેંડુલકર 34357 રન સાથે આ યાદીમાં ટોપ પર છે.

संबंधित पोस्ट

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરવા માટે ટીમ ઈન્ડિયા કેટલાક ફેરફાર સાથે મેદાને ઉતરી

Karnavati 24 News

હરમનપ્રીતના સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ જીતી: રોમાંચક ફાઇનલ મેચમાં દીપ્તિ શર્માની વેલોસિટી ટીમને 4 રનથી હરાવ્યું

Karnavati 24 News

SRHની હાર માટે વિલિયમસન દોષિત: દિલ્હી સામે 40થી ઓછો સ્ટ્રાઈક રેટ, ટુર્નામેન્ટની 10 ઇનિંગ્સમાં માત્ર 1 અડધી સદી ફટકારી

IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

Karnavati 24 News

ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવનારા 5 લાયક ખેલાડીઓ : સેમસન-ધવનના IPLમાં 400+ રન, નટરાજનની 18 વિકેટ પણ કામમાં આવી નહીં

Karnavati 24 News

IND vs SA, 1st ODI: શું પ્રથમ ODIમાં વરસાદનું જોખમ છે? જાણો પાર્લમાં કેવું રહેશે હવામાન

Karnavati 24 News
Translate »