Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ખુશખબર/ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, 2000નો હપ્તો આવે તે પહેલા મળી શકે છે નવી સુવિધા

સપ્ટેમ્બર મહિનાની શરુઆતની સાથે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (PM Kisan Samman Nidhi Yojana) ના લાભાર્થી યોજનાના 12મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા સમયે આ યોજનાનો આગામી હપ્તા 2000 રૂપિયાનો મળશે, તેને લઈને મોટા ખુશખબર આવ્યા છે. સરકાર લાભાર્થીઓને 2000 રૂપિયાની સાથે સાથે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) ની મોટી સુવિધા આપવા જઈ રહી છે. જો આપે પણ હજૂ સુધી આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ નથી, તો ફટાફટ આ કામ પતાવી લેજો.

કિસાન ક્રેડિટ કાર્ડ શું છે ?

અહીં નોંધનીય છે કે કેસીસીનો લાભ લાયક અને પાત્ર લાભાર્થીઓને મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તમે તમારા પાકને લગતા ખર્ચ પણ ઉપાડી શકો છો. તમે બિયારણ, ખાતર, મશીન વગેરે જેવી વસ્તુઓ માટે નાણાંનું રોકાણ કરી શકો છો. KCC માટે અરજી કરવા માટે તમે તમારી નજીકની બેંક પસંદ કરી શકો છો. આ માટે તમે 5 વર્ષ માટે 3 લાખની લોન લઈ શકો છો. તે જ સમયે સરકાર દ્વારા તેના વ્યાજ દર પર 2 ટકાની છૂટ છે. આવી સ્થિતિમાં તમારે 9%ના બદલે 7% વ્યાજ ચૂકવવું પડશે.

એપ્લિકેશનની રીત શું છે ?

તમે કોઈપણ બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકો છો. તમારે બેંકમાં જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. આ સાથે સ્કીમ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ ત્યાં જમા કરાવવાના રહેશે. બેંક તેના દસ્તાવેજોની ચકાસણી કરશે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ સરળતાથી KCC માટે અરજી કરી શકે છે.

આ દસ્તાવેજોની જરૂર પડશે-

  • 2 પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના પાછળ સરકારનો ઉદ્દેશ એ છે કે ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂતો બીજા કોઈ પર નભેલો ન રહે.

संबंधित पोस्ट

Kooના ડાઉનલોડ્સ 50 મિલિયનને પાર, CEOએ કહ્યું – ભારતનું સૌથી મોટું હિન્દી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ તૈયાર

Admin

શેરદીઠ ₹35 નો નફો, લિસ્ટિંગ પહેલાં, આ IPOનો GMP ઉડી ગયો હતો

Admin

SBIના ગ્રાહકો સસ્તી હોમ લોનનો લાભ લેવા માગે છે, તો આ રીતે CIBIL સ્કોરનું ધ્યાન રાખો!

Karnavati 24 News

સતત બીજા વર્ષે મુકેશ અંબાણીએ ન લીધો પગાર, નીતા અંબાણીને મળ્યા આટલા પૈસા

Karnavati 24 News

ઓલાએ એવી રીતે બતાવી ઇલેક્ટ્રકિ કારની ઝલક, જેમ કે હોય હોલીવુડ ફિલ્મનું ટીઝર!

Admin

એક્સપાયરી ડેટ પછી પણ નથી ખરાબ આ વસ્તુઓ, જાણો કઈ કઈ વસ્તુઓ લિસ્ટમાં સામેલ છે

Karnavati 24 News