Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કડાકો / તળિયે પહોંચ્યો રૂપિયો, ડોલરની સરખામણીએ 79.04 પર પહોંચી ભારતીય કરન્સી

મોંઘવારીને કારણે વૈશ્વિક બજારમાં વ્યાજદર વધતા ભારતીય શેરમાર્કેટ અને ડેટ માર્કેટમાંથી જોવા મળી રહેલ આઉટફ્લોને કારણે ભારતીય કરન્સી પર સતત દબાણ  જોવા મળી રહ્યું છે. દલાલ સ્ટ્રીટમાં જોવા મળી રહેલ સદંતર વિદેશી રોકાણકારોના આઉટફ્લોને કારણે ભારતીય કરન્સી ડોલરની સામે 79ને પાર નીકળી ગયો છે. રૂપિયો મંગળવારના સેશનમાં 9 પૈસાના ઘટાડા સાથે 79.04 પર ખુલ્યો હતો અને 12 કલાકે રૂપિયો 12 પૈસાના ઘટાડા સાથે 79.07 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોમવારે ભારતીય ચલણ ડોલરની સામે 78.95ના લેવલ પર બંધ થયો હતો. સોમવારે FIIએ ભારતીય બજારમાં 2150 કરોડની વેચવાલી કરી હતી. ક્રૂડ ઓઈલની તેજી અને એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે રૂપિયો ઘટીને અને 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ વધીને ટ્રેડ કરી રહ્યાં છે. વિશ્વની છ મોટી કરન્સીની સામે અમેરિકન ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેકસ 105.14ના સ્તરે પહોંચ્યો.

શેર બજારની ચાલ

આજના કારોબારમાં BSEના સેંસેક્સ 266.44 પોઇન્ટ એટલે 050 ટકાના તેજી સાથે 53,501.21 પર ખુલ્યો છે. જ્યારે NSE નિફ્ટી 73.80 પોઇન્ટ એટલે કે 0.74 ટકાના ઉછાળા સાથે 15,909.15 પર ખુલવામાં સફળ રહ્યો છે.

संबंधित पोस्ट

રિલાયન્સ, ONGC મા આ અઠવાડિયે ગેસના ભાવ વધી શકે છે

Karnavati 24 News

વિશ્વની પ્રથમ સોલર કારઃ જાન્યુઆરીમાં ચાર્જ કરો અને જુલાઈ સુધી ચલાવો, આ કાર સૂર્યથી ચાલતી રહેશે

Karnavati 24 News

જૂન 2022માં જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડ, ગત વર્ષથી 56 ટકા વધારે

Karnavati 24 News

શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ સંકટ: માત્ર 5 દિવસનું ઈંધણ બાકી, જો ભારત તરફથી નવી ક્રેડિટ લાઈન નહીં મળે તો સંકટ વધુ ઘેરી બનશે

Karnavati 24 News

જ્યારે Work From Home પૂરું થયું અને ઓફિસને પાછી બોલાવવામાં આવી ત્યારે આ કંપનીના 800 કર્મચારીઓએ રાજીનામું આપી દીધું હતું

Karnavati 24 News

મંદીનો માર: સ્ટાર્ટઅપ્સમાં નવું રોકાણ 33 ટકા ઘટ્યું, રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો

Karnavati 24 News
Translate »