રવિવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયુ હતુ. જોકે, કેટલીક જગ્યાએ ખામી સર્જાતા આજે પુન: મતદાનની જરૂર પડી હતી. રાજ્યમાં 5 ગ્રામ પંચાયતમાં આજે મતદાન થઇ રહ્યુ છે. જેમાં અમરેલી જિલ્લાની બે બેઠક માટે મતદાન થઇ રહ્યુ છે. આ બેઠકોનું પરિણામ પણ 21 ડિસેમ્બરે આવશે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા અને અમરેલી તાલુકાના સરંભડા ગામની પંચાયતમાં ફરી મતદાન થઇ રહ્યુ છે. રાજ્યની 5 ગ્રામ પંચાયતોમાં છપાયેલા મતપત્રોમાં ભૂલની સાથે વહીવટી ભૂલને કારણે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ફરી મતદાન થઇ રહ્યુ છે.
આ સિવાય પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વિરણીયા અને દેલોચ પંચાયતમાં પુન: મતદાન થઇ રહ્યુ છે. પોરબંદરના રીણાવાડા ગ્રામ પંચાયતમાં પણ ફરી મતદાન થઇ રહ્યુ છે.