ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ભાજપ જનતાને લલચાવવાની કોઇ કસર છોડવા માંગતી નથી. ભાજપ આવતા વર્ષે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા રેલી કરાવવાની તૈયારીમાં લાગી ગઇ છે. આ રેલી લખનઉંમાં યોજાશે.
ભાજપ લખનઉંમાં પીએમ મોદીની મેગા રેલી માટે 10 લાખ લોકોની ભીડ ભેગી કરવાનો પ્લાન બનાવી રહી છે. આ રેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની આચાર સંહિતા લાગ્યા પહેલા યોજાશે. સુત્રો અનુસાર, 9,10 અથવા 11 જાન્યુઆરીએ પીએમ મોદી લખનઉંમાં રેલી કરી શકે છે.
કહેવામાં આવી રહ્યુ છે કે આ રેલી પીએમ મોદીની અત્યાર સુધીની સૌથી મોટી રેલી હશે. યુપી ભાજપની 19 ડિસેમ્બરથી શરૂ થી રહેલી 6 ક્ષેત્રમાં યાત્રાઓનું સમાપન આ દિવસે લખનઉંમાં થશે. આ રેલીને ભાજપ લખનઉંના ડિફેન્સ એક્સપો મેદાનમાં કરાવવાની તૈયારી કરી રહ્યુ છે.
સુત્રો અનુસાર, ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં આ રેલીની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી છે.