બેરોજગારી ને લઈને વિપક્ષ દ્વારા વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે દેશમાં ઘણા બધા યુવાનો બેરોજગાર બની રહ્યા છે પરંતુ આ 2022 ના બજેટમાં 60 લાખ નવી નોકરીઓ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે આ ઉપરાંત લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી 80 લાખ નવા ઘરો આપવામાં આવશે તેવું બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે.
જો કે અત્યારે લોકોને આ બન્ને વસ્તુની પહેલા જરૂર હોય છે કેમ કે લોકો માટે ઘર અને નોકરી આ બંને જરૂરિયાત પહેલી છે.
આ ઉપરાંત આ બજેટમાં કેટલીક ચીજવસ્તુઓ જે આ પહેલા મોંઘી હતી તેને સસ્તી કરવામાં આવી છે જ્યારે કેટલીક ચીજવસ્તુઓ કે નવી ઉમેરાઇ છે તેને મોંઘી કરવામાં આવી છે.
ઉપરાંત દર વખતે બજેટમાં તે ચર્ચા વચ્ચે થતી હોય છે કે શું મોંઘુ થશે ને શું થશે ત્યારે આ બજેટમાં કપડાં જ્વેલરી, ખેતીનો સામાન, ઈલેક્ટ્રીક વસ્તુઓ, બુટ ચપ્પલ, મોબાઇલ ફોન વગેરે સસ્તા થશે. આ ઉપરાંત આર્ટફિશિયલ ઘરેણાં મોંઘા થશે.