Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

નર્મદા કેનાલમાંથી ત્રણ માસુમના મૃતદેહ મળ્યા:થરાદમાં બાળકોને કેનાલમાં ફેકી માતા ભાગી ગઈ કે આપઘાત કર્યો? પોલીસે તપાસ હાથ ધરી*

*નર્મદા કેનાલમાંથી ત્રણ માસુમના મૃતદેહ મળ્યા:થરાદમાં બાળકોને કેનાલમાં ફેકી માતા ભાગી ગઈ કે આપઘાત કર્યો? પોલીસે તપાસ હાથ ધરી*

 
   
.
 
**થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં બે બાળકો સાથે મહિલાએ જંપલાવ્યું હોવાની કોઈ સ્થાનિકે નગરપાલિકા ફાયરવિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી. બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકોના મૃતદેહ મળી આવતા બહાર કઢાયા હતા. જ્યારે બાકીના લોકોની સતત 5 કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી.**
 
**ફાયરટીમના તરવૈયાએ જણાવ્યું હતું કે, ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે સણધર ગામના પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે કોઈ દંપતી પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. તેવી જાણ કરતાં ફાયરટીમ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના દેથળી ગામની મહિલા અને ધરાધરા ગામના ઇસમ સાથે પ્રેમ સંબંધ હોવાથી પરણિત મહિલાએ પોતાના સંતાનો સાથે મુખ્ય નર્મદા નહેર ઉપર આવી પ્રેમી સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ આવ્યું હતું. આથી સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યો ત્યારબાદ થરાદ પાલિકાના તરવૈયા સુલતાન મીરે બે કલાકની શોધખોળ કરી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકોના મૃતદેહોને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પછી તરવૈયા દ્વારા ફરી 3 કલાક સુધી આગળની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઇ ભાળ ના મળતાં અંતે નગરપાલિકાની ફાયર ટીમ પરત ફરી હતી. હાલ થરાદ પોલીસે ગુમ થયેલા પ્રેમીયુગલની શોધખોળ હાથ ધરી છે.**
 
**સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જેમાં લોકમુખે અલગ અલગ પ્રકારી વાતો થઈ રહ્યા હતી. જેથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં નિર્દોષ બાળકોના જીવ હોમી તેના પ્રેમી યુવક સાથે રફુચક્કર થઈ ગઈ હોવાની પણ આશંકાઓ સેવાઇ રહી છે. જેથી લોકો મહિલા તેમજ ઇસમ સામે ફિટકાર વરસાવી રહ્યાં છે.**
 

संबंधित पोस्ट

11 हजार वोल्ट तार से 3 लोगों की मौत मामला : बिजली विभाग के प्रबंध निदेशक और मुख्य अभियंता पर गैर इरादतन हत्या का केस दर्ज

Karnavati 24 News

रविवार का व्रत करने से बढ़ता है यश। जाने और भी फायदे।

Admin

🙏મહાદેવ હર 🙏

Karnavati 24 News

રાજ્યમાં આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, 8 ઓગષ્ટ પછી ભારે વરસાદ

Karnavati 24 News

પાટણ જીલ્લાના સરસ્વતિના વાહણા ગામ ખાતે સેલ્ફી સ્ટાર ગ્રુપના 22 યુવાનોએ બ્લડ ડોનેશન કર્યું

Karnavati 24 News

75 મા સ્વાતંત્ર દિવસ નિમિતે આઝાદી નો અમૃત મહોત્સવ મણીનગર વોડ ના મીલત નગર મા સુર્યાનગર પાસે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો .+

Karnavati 24 News