Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

નંબર પ્લેટ વગરના, લખાણ વાડી નંબર પ્લેટ વિરુઘ્ધ રાજકોટ પોલીસની ડ્રાઇવ: ૯૧ કેસ કરી રૂ.૩૮૬૦૦નો દંડ વસૂલાયો

રાજકોટમાં વાહનોમાં કરેલા અનધિકૃત લખાણ સામે પોલીસની ડ્રાઇવ. આ ડ્રાઈવમાં જે વાહનોમાં કોઈ પણ લખાણ લખ્યા હતા તેને હટાવામાં આવ્યા છે. કેટલાક વાહનોને ડટેઈન કરવામાં આવ્યા તોહ કેટલાક વાહન માલિકોને દંડ ફટકારવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની કડક સુચના મુજબ અને પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાહનોમાં નંબર પ્લેટ વગર અને વાહનની નંબર પ્લેટમાં કોઇપણ લખાણ જેવા કે જ્ઞાતિ, ધર્મ અને અન્ય લખાણો વાળા વાહનો વિરુઘ્ધ તથા પોતાના ખાનગી વાહનો પર અનઅધિકૃત રીતે પોલીસ પી. ડો ઇઆર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખાણ કરવામાં આવે છે. તેમજ સરકાર હસ્તકનું વાહન ન હોવા છતા વાહનના આગળ પાછળના ભાગે ગર્વમેન્ટ ઓફ ગુજરાત તેવા વાહનો વિરુઘ્ધ ડ્રાઇવ રાખવામાં આવી હતી. ટ્રાફીક શાખા દ્વારા ૯૧ કેસ કરી રૂ. ૩૮૬૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો છે. પ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. ૩૮ વાહનોમાંથી લખાણો દુર કરવામાં આવ્યું છે. ૧૭ વાહનોને ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

કર્મચારીઓ માટે મોટા સમાચાર / પેન્શન અને સેલરીમાં થશે બમ્પર વધારો, સરકારે લીધો મોટો નિર્ણય!

Admin

માદરે વતન યોજના વિશે જાણો સંપૂર્ણ વિગત શુ છે આ યોજના

Karnavati 24 News

ટ્વિટર ડીલ પર ખુબ જ ગંદી રીતે ફસાયા વિશ્વના સૌથી અમીર ઈલોન મસ્ક, હજુ વધશે મુશ્કેલીઓ

Admin

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

Karnavati 24 News

વાપી જીપીસીબી-પોલીસની ઓળખ છે હું આ જગ્યાએ કેમિકલ વેસ્ટ ખાલી કરું છું મને કોઈ રોકી નહીં શકે કરવડમાં ભંગારીયાની ધમકી

Karnavati 24 News
Translate »