Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ખેડાનાં વરસોલા પાસે એક પેપર મીલમાં ભીષણ આગની ઘટના



(જી.એન.એસ) તા. 23

ખેડા,

રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની હતી, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. અહીં પર પેપર બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી.  ભીષણ આગથી ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને ફાયર વિભાગની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે.

ખેડા જીલ્લાનાં વરસોલા પાસે આવેલ શ્રી નારાયણ પેપરમીલનાં ખુલ્લા કંપાઉન્ડમાં પડેલ પેપરનાં રો મટીરીલસમાં અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુનાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આગ લાગી હોવાની જાણ નડિયાદ ફાયર બ્રિગ્રેડને કરવામાં આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં સમગ્ર કંપાઉન્ડમાં પડેલ કાગળનાં રો મટીરીયલમાં પ્રસરી જતા વિકરાળ આગ સર્જાવા પામી હતી.

પેપર મીલમાં લાગેલ આગ કાબુમાં ન આવતા નડિયાદ ફાયર બ્રિગ્રેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ નડિયાદ ફાયર બ્રિગ્રેડનાં ત્રણ વોટર બ્રાઉઝર, આણંદ, ખેડા, મહેમદાવાદ તેમજ અસલાલીથી પર ફાયર ફાઈટરની ટીમો રવાનાં થઈ હતી. આગ લાગવાનાં કારણે પેપરનાં રો મટીરીયલ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જેથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતાઓ છે. અંતે કલાકો ની ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

संबंधित पोस्ट

થર્ટી ફર્સ્ટ ઉજવી કારમાં જતાં યુગલનું પોલીસની ઓળખ આપી અપહરણ કરી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી

Gujarat Desk

નાના સુરકાના યુવાનને અધમુવો કરી ૬ શખ્સ ગુપ્ત અપહરણ કર્યું

Admin

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Gujarat Desk

ગિરનારની લીલી પરિક્રમા કરવા ભવનાથમાં ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

Admin

દરિયાકિનારે વાવાઝોડાથી વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા તબક્કાવાર ઓવરહેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી પ્રગતિમાં: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરનારને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો

Gujarat Desk
Translate »