Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા નાગરિકોએ તા.૦૨ સપ્ટેમ્બર સુધીમાં રાજુલા પોલીસ મથકમાં ડિપોઝીટ જમા કરાવવાની રહેશે

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે. રાજુલા તાલુકાના મામલતદારશ્રીના હુકમ અંતર્ગત આગામી ૦૬/૦૯/૨૦૨૨ના રોજ બિનવારસી પડી રહેલા ૬૦ વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે. આ વાહનો અંગે પોલીસ મથકમાં કોઈ પણ વ્યક્તિએ હજુ સુધી માંગણી કરી ન હોવાથી અને માલિકીનો દાવો ન કર્યો હોવાથી આ વાહનોની જાહેર હરાજી થઈ ગયા બાદ કોઈ પણ વ્યક્તિ તેના પર પોતાની માલિકીનો દાવો કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિનું વાહન રાજુલા પોલીસ મથકમાં જમા થયું હોય તો તેમણે પોતાના વાહનોના માલિકીના પુરાવા સાથે તા.૦૨ સપ્ટેમ્બર પહેલાં રાજુલા પોલીસ મથકમાં દાવો રજૂ કરી શકે છે. આ સાથે જ જે નાગરિકો આ જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ  તા.૦૨ સપ્ટેમ્બર સુધીમાં રાજુલા પોલીસ મથક ખાતે રુ. ૫,૦૦૦ ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. ડિપોઝીટ જમા કરાવનાર વ્યક્તિ જ આ હરાજીમાં ભાગ લેવા પાત્ર થશેતેમ પોલીસ ઈન્સપેક્ટર રાજુલા એ.એમ. દેસાઈએ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

સિંધાવદરમાં ધ્યાનયોગના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાટોત્સવમાં 10 હજાર ભાવિકો ઉમટ્યા

Karnavati 24 News

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

Admin

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

फरीदाबाद: सभी माताओं में गौ माता सबसे अधिक पूजनीय: स्वामी पुरुषोत्तमाचार्य

Admin

હાલ કોચિંગ કંપનીનો IPO આવી રહ્યો છે જેમાં આ IPO માં કમાણીની તક મળશે

Karnavati 24 News