Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

જુનાગઢ શહેરની મધ્યમાં આવેલા મહાનગર સેવાસદન એક મોટા કોમ્પ્લેક્સ જેવડું બનાવવામાં આવ્યું છે જેમાં અનેક દુકાનો બનાવીને વેચવામાં આવી છે પણ એ દુકાનો ખરીદનાર વેપારીઓને દસ્તાવેજ સિવાય કોઈ કાગળ કે ફાઈલ આપવામાં આવતી નથી જેનાથી વેપારીઓને દુકાન ઉપર લોન પણ મળતી નથી અને અન્ય કામ પણ થઈ શકતા નથી આ મામલે વેપારીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કમિશ્નર દ્વારા કોઈ પ્રત્યુતર મળતો નથી આ વેપારીઓએ કમિશ્નરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમે લોકોએ મહાનગરપાલિકા પાસેથી આ દુકાનો વેચાણ દસ્તાવેજથી ખરીદી છે તેમાં માત્ર દસ્તાવેજ આપવામાં આવ્યા છે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે બાંધકામનો ઠરાવ તેમની મંજૂરી નકશાઓ કંઈ જ આપવામાં આવ્યું નથી જેના કારણે અહીં દુકાનો લેનાર વેપારીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે આટલું જ નહીં મહાનગરપાલિકા વેપારીઓને સ્પષ્ટ કહે છે કે વેચાણ દસ્તાવેજ સિવાયના કોઈ જરૂરી કાગળોની ફાઈલ મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી એવા સંજોગોમાં મહાનગરપાલિકાએ પોતાની જ કચેરીને સેવાસદન નામ આપ્યું છે એજ ગેરકાયદે છે જો આ બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હોય તો તેની કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીના કાયદાનો લાભ લઈને કાયદેસર કરાવી લેવાથી વેપારીઓને પણ તેની કાયદેસર ફાઈલ મળવાથી તેની મિલકત સરકારી કાર્ય માટે જરૂરી કાર્યમાં ઉપયોગી થઈ શકે એટલું જ નહીં મહાનગર સેવાસદન પણ ગેરકાયદે છે એવું મેણું ભાંગી જાય.

संबंधित पोस्ट

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પૂત્રી મુમતાઝે આપ્યા રાજકારણમાં આવવાના સંકેતો

Karnavati 24 News

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

અમરેલીની બે બેઠકો પર વહીવટી ભૂલને કારણે આજે થઇ રહ્યુ છે મતદાન

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

Karnavati 24 News

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News
Translate »