Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

મોરબીમાં સિરામીક ફેક્ટરી અને રહેણાંક પર ઇન્કમટેક્સના દરોડા, બેનામી વ્યવહારો મળવાની શક્યતા

મોરબીમાં સિરામીક ફેક્ટરી અને રહેણાંક પર ઇન્કમટેક્સના દરોડા, બેનામી વ્યવહારો મળવાની શક્યતા

મોરબીમાં સિરામીક ફેકટરીમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગે સર્ચ સર્વે અને ક્રોસ તપાસ શરૂ કરતા ચકચાર મચી જવા પામી છે. આજે મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ કયુટોન સિરામિકના એકમો પર સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાતા સીરામીક કારખાનેદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ તપાસનો ધમધમાટ બે દિવસ ચાલશે જેથી બેનામી વ્યવહારો, રોકડ મળી આવાવની શક્યતા અધિકારીઓએ  વ્યકત કરી છે.તો કેનાલ રોડ પર નિર્મલ સ્કુલ પાછળ આવેલ ક્રિસ્ટલ પેલેસ ના સાતમાં માળે પણ રહેણાંક ફ્લેટમાં પણ દરોડા ચાલુ જોવા મળ્યા હતા વધુમાં આધારભૂત સુત્રોંમાંથી મળતી વિગતો મુજબ આજે સવારથી કયુટોન સિરામિકના એકમો પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને પગલે અન્ય કારખાનેદારો દ્વારા પણ પોતાના પણ ફફડાટ વ્યાપી ગયો છે અને આવતીકાલથી મોરબીના ઉધોગ ૧ મહિનાના વેકેશન પર જવાના છે ત્યારે આ દરોડાથી મોરબીના ઉધોગકારોમાં ફફડાટ વાયપી ગયો છે. અને અન્ય કારખાના પણ સાહિત્ય સગેવગે કરવા લાગ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

संबंधित पोस्ट

Infinixએ તેનો નવો સ્માર્ટફોન Infinix Hot 12 ભારતમાં કર્યો લોન્ચ

Karnavati 24 News

ફુલ ચાર્જમાં 120 KM સુધી ચાલશે આ ઇલેક્ટ્રિક ક્ટૂર, બમ્પર સબ્સિડી સાથે વેચાશે

Karnavati 24 News

મોંઘવારીથી વધુ નુકસાન થશે: નૂરની કિંમતમાં વધારો થયો છે, તેના કારણે તમામ પ્રકારના માલના ભાવ વધશે.

Karnavati 24 News

અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં બનાવી જગ્યા

Karnavati 24 News

ન્યૂ બલેનો અને ગ્લૈંઝામાં આવી રહ્યા છે, CNG વેરિએન્ટ, મોંઘવારીને આપશે મ્હાત

Karnavati 24 News

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News