મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે સંસ્થાના સમજસેવામાં અગ્રણી કાર્યકર્તાઓનું સન્માન કરી સેવભાવની સરવાણી વહેતી રાખવાની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રહિત પ્રથમની ભાવના સાથે થયેલ કામગીરીનો સંદર્ભ આપી સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સંસ્થાની કામગીરીને બિરદાવવાની સાથોસાથ વિરાસતના જતન સાથે વિકસિત ભારતના નિર્માણ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.