



આ પ્રસંગે દંડક કટારાએ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના પદચિન્હો પર ચાલીને તેમના શાસન દરમિયાન રાજયના છેવાડાના માનવીઓ સુધી રાજય સરકારની યોજનાઓનો લાભો મળી રહે તે રીતે આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ અને તેમની સરકાર દ્વારા પગલાઓ લેવાઇ રહયા છે તેમ જણાવ્યું હતું.
રાજય સરકાર સ્વ. અટલબિહારીના જન્મદિવસ તા. ૨૫ મી ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરીને તા. ૩૧ મી ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરી સ્વ. અટલબિહારીને અંજલી આપી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌના, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ દ્વારા જ રાજય સરકાર દરેક ક્ષેત્રે વિકાસ કરી રહી છે. આજે જે યુવાનો રાજય સરકારની યોજનાઓનો લાભ લઇને પગભર થયા છે તેઓએ પણ તેમના વિસ્તારના યુવાનોની યાદી બનાવી તેમને પણ પગભર થવા માટે સહાયરૂપ થવું જોઇએ એમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે સ્વ. વાજપેયીએ જે રીતે દેશનું નેતૃત્વ કર્યુ હતું તેની સરાહના કરી હતી. આ તબક્કે વધુમાં તેમણે કહ્યું કે, આઇ. ટી. આઇ. પાસ થયેલા જે યુવાનો છે તેમણે રાજય સરકાર દ્વારા મળતા લાભો લેવા અનુરોધ કર્યો હતો. આજના યુવાનોએ પોલીસ, લશકર જેવા રોજગારી ભરતી મેળાઓમાં સામેલ થઇને રોજગારી મેળવવી જોઇએ તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪૫ રોજગારીપત્રો, ૪૮ એપ્રેન્ટિસ કરાર પત્રો અને ૦૭ ઇ- શ્રમ કાર્ડ મળી કુલ ૧૦૦ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો અપાયા હતા.