Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રસના તીખા ચાબખા :- ભાજપ સરકાર અને તેના નેતા ઓ દ્વારા બુટલેગરોને છાવરવાના આક્ષેપો

ગૃહરાજ્ય મંત્રી ના શહેરમાં દારૂની રેલમછેલના દર્શ્યો સામે આવતાજ સુરત કોંગ્રેસ દ્વારા હાથમાં દારૂ લઇ વિરોધ કરવામાં આવ્યો હતો હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી નારે બાજી પણ કરવામાં અઆવી હતી…

સુરત શહેર કોંગ્રસ દ્વારા લઠ્ઠાકાંડ બાબતે ગુજરાત સરકાર સામે આક્ષેપો કરતા વિરોધ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ માં ૨૪ થી વધુ વ્યક્તિના મૃત્યુ થયાની ઘટના ભાજપ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. અને ભાજપ સરકાર અને તેના નેતાઓ ભ્રષ્ટાચાર આચરવામાં વ્યસ્ત છે. અને ભાજપ સરકાર અને તેના નેતા ઓ દ્વારા બુટલેગરોને છાવરવાના પાપને કારણે ગુજરાતની નિર્દોષ પ્રજાને ભોગ બનવું પડી રહ્યું હોવાના આક્ષેપો સુરત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે .

જ્યના સુરત સહિત ગુજરાત ભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે. અને બુટલેગરો સતત બેફામ બની રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રીના સહેરમાં ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા છે જ્યાં ગુજરાત ભાજપના રાજમાં દારૂબંધીનો અમલ માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહ્યો છે. ત્યારે સુરત સહિત ગુજરાત ભરમાં ભાજપ નેતાઓના સીધા આર્શીવાદથી બુટલેગરો બેફામ બની રહ્યા હોવાના આક્ષેપો પણ સુરત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

ત્યારે મહત્વનું છે કે જ્યાં થોડા સમય પહેલા સુરતના કડોદરા વિસ્તારમાં પણ લાકાંડ સર્જાયો હતો ત્યારે પણ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓને બચાવમાં વ્યસ્ત દેખાતી ના પણ આરોપ લગાવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠા કાંડમાં ૨૪ થી વધુ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે ત્યારે શો બાજી કરતા ગૃહ મંત્રી હષૅ સંઘવીએ નૈતિકતાને ધોરણે રાજીનામું આપી દેવું જોઈએના નારા પણ સુરત કોંગ્રેસ દ્વારા લગાવામાં આવ્યા હતા….

ગૃહ મંત્રી હષૅ સંઘવીના રાજમાં સુરત સહિત ગુજરાત ભરમાં ગુનાખોરી બેફામ બની ગઈ છે. પોલીસ તંત્ર ભાજપ નેતાઓની કદમ પોશીમાં વ્યસ્ત રહે છે અને ગુનેગારો બેફામ બન્યા છે તેવા આક્ષેપો પણ સુરત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સુરત સહિત ગુજરાત ભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે ત્યારે અમદાવાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં જવાબદારોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કરી રહી છે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળ પુરવાર થઈ રહેલા ગૃહ મંત્રી હર્ષ સઘવી રાજીનામું આપે તેવી માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્ય હતો …

संबंधित पोस्ट

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જવાની ઘટના બાદ આજે ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા

Admin

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા

Karnavati 24 News

ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બોલપેન આપી બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

Karnavati 24 News

 કપટનીતિની ગંદકીથી ખડબદતા રાજકીય પક્ષના રાજકારણીઓ ગ્રામ પંચાયતને કેમ રાજકીય રંગે રંગે છે????

Karnavati 24 News