Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદ જિલ્લામાં 25થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

અમદાવાદ જિલ્લામાં વરસાદી માહોલમાં પણ અવિરત આગળ વધતી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત સરી, કેશરડી, કરકથળ, જુવાલ, રોહીકા અને થોરીમુબારક સહિતનાં જિલ્લાનાં અનેક ગામોમાં 5થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા છે. વંદે ગુજરાત વિકાસ રથનું ઉમંગભેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.

20 વર્ષના વિશ્વાસ અને 20 વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં વરસાદી માહોલ છતાં વંદે ગુજરાત રથ અવિતરપણ આગળ વધી રહ્યા છે. વરસાદ છતાં ગ્રામજનો ઉત્સાહભેર રથનું સ્વાગત-સામૈયું કરી રહ્યા છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના 10થી વધારે ગામોમાં વંદે ગુજરાત વિકાસ રથ પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં વંદે ગુજરાત યાત્રાના ત્રણ રથ ફરી રહ્યા છે, જે અંતર્ગત સવારે સરી, કેશરડી અને કરકથળ ગામે રથ પહોંચ્યાં હતાં તો સાંજે જુવાલ, રોહીકા અને થોરી મુબારક ગામોએ રથ પહોંચ્યા હતા અને કાર્યક્રમો યોજાયા હતા. આસપાસનાં ગામોના લોકો પણ આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જુદાં જુદાં ગામે 250થી 450 લોકો ઉત્સાહભેર કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ગામે ગામ લોકોએ રથને વધાવ્યો હતો. ગામની બાળાઓએ રથનું સામૈયું કર્યું હતું. વરસાદી માહોલ વચ્ચે ગામોમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત 25થી વધારે વિકાસ કાર્યોના લોકાર્પણ થયા હતા. આશરે 75થી વધારે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. જુદાં જુદાં ગામોમાં 50 લાખથી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિવિધ ગામોમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગામોના સરપંચ અને રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

નરેન્દ્ર મોદી તેમના ‘સેકન્ડ હોમ’માં: PM બન્યા બાદ પ્રથમ વખત હિમાચલમાં રાત્રિ રોકાણ કરશે; કાંગરી ધામ અને સેપુ મોટી પીરસવામાં આવશે

Karnavati 24 News

નરેશ પટેલ અને યુવરાજસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઇ

Karnavati 24 News

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News

ગુજરાત રાજકીય ક્ષેત્રે રાજ્ય દાન મેળવવા ત્રીજા ક્રમાંકે, જાણો ભાજપ-કોંગ્રેસને કેટલું મળ્યું દાન

Karnavati 24 News

પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આઉસ સોર્સિંગ કર્મચારીઓનું બેફામ શોષણ

જામનગર કોગ્રેસે બેરોજગારી અને પેપર લીક બાબતે રેલી કાઢી

Karnavati 24 News
Translate »