Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, રાજયમાં 24 કલાકમાં 7નાં મોત, 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં ભારે વરસાદને કારણે આઠ જિલ્લાને સૌથી વધુ અસર થઈ છે, જ્યારે અનેક વિસ્તારમાં તારાજી સર્જાઇ છે ત્યારે સોમવારે સવારે રાજ્ય સરકારના ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે જ્યાં સરકાર નથી પહોંચતી ત્યાં પત્રકારો પહોંચી જાય છે.

વાત એમ બની કે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કર્યા બાદ પણ રાજેન્દ્ર ત્રિવેદી પાસે પૂરતી વિગતો ન હતી. તેથી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે 24 કલાકમાં એકપણ મૃત્યુ થયું નથી. સ્થળાંતરના આંકડા પણ તેમની પાસે ન હતા. બીજી તરફ માધ્યમોએ પોતાના સંપર્કોથી મોતના આંકડા સહિતની વિગતો એકત્ર કરી હતી જે તેમની સમક્ષ રજૂ કરતા મંત્રીએ સાંજે ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આંકડા રજૂ કરવા પડ્યા હતા. જેમાં છેલ્લા 24 કલાકમાં સાત લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો તેમણે આપી હતી.

જ્યારે 272 પશુના મોત થયા છે. માનવ મૃત્યુમાં 33 લોકોના વીજળી પડવાથી, આઠ લોકોના દીવાલ પડવાથી, 16 લોકોના ડૂબી જવાથી, 6 લોકોના ઝાડ પડવાથી જ્યારે એક વ્યક્તિનું થાંભલો પડવાથી મૃત્યુ થયું હતું. ભારે વરસાદને કારણે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા અસરગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમો તહેનાત છે. એનડીઆરએફની 5 ટીમ પંજાબથી એરલિફ્ટ કરાઈ છે, જેને દક્ષિણ ગુજરાત મોકલાઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કંટ્રોલ રૂમ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને પ્રભારી મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક પહોંચી જઇને વહીવટી તંત્રની સાથે રહીને રાહત- બચાવની કામગીરીમાં મદદરૂપ થવા સૂચના આપી હતી.

વડાપ્રધાન મોદીએ સીએમને ફોન કરી વરસાદની સ્થિતિની સમીક્ષા કરીઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં થયેલા ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદથી સર્જાયેલી સ્થિતિની વિગતો મેળવી હતી. મોદીએ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ સહિતની તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં મદદની ખાતરી આપી હતી.

संबंधित पोस्ट

સુરત જિલ્લાના પલસાણાના સોયાની ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના : લકઝરી ચાલકે તુફાન જીપને અડફેટે લીધી : બે ઇજાગ્રસ્ત

Karnavati 24 News

પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

Karnavati 24 News

જમ્મુ: વેષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ, 12 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

Karnavati 24 News

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

Admin

જંબુસરમાં મોડી રાતે બે મકાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી

Karnavati 24 News

ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ખેલ મહાકુંભની સમગ્ર ઇવેન્ટનું આયોજન કરાયું

Karnavati 24 News