Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ

T20 સિરીઝની ફાઇનલ અમદાવાદમાં રમાશે ત્યારે ટીણ ઈન્ડિયા અત્યારે અમદાવાદ ખાતે પહોંચી હતી. ત્રણ મેચની શ્રેણીમાં બન્ને એક એકની બરાબર છે ત્યારે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે. એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની નજર અમદાવાદમાં રમાનારી ત્રીજી T20 મેચમાં સિરીઝ પર કબજો કરવા માટે રહેશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ રમાશે. ટીમ ઇન્ડિયા અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચરમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે.

વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે 21 રને જીતી હતી. લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કીવીને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના T20 રેકોર્ડ વિશે તમને જણાવીએ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સમગ્ર ભારતમાં 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2012માં પાકિસ્તાન સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અહીં અડધો ડઝન મેચ રમાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ સારો છે. ભારતીય ટીમે અહીં 6માંથી 4 ટી20 મેચ જીતી છે. ભારત આ મેદાન પર માત્ર ટી-20 મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું છે. ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને બે મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમે અમદાવાદમાં છેલ્લી સતત બે મેચ જીતી છે. અહીં ભારતના મજબૂત રેકોર્ડ પરથી લાગે છે કે ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડનો રસ્તો આસાન નહીં હોય.

ટીમ ઈન્ડિયા આ રેકોર્ડ જાળવી રાખશે
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા 2017થી તેની ધરતી પર ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં અજેય છે. વર્ષ 2017માં ભારતે ટી-20 સિરીઝમાં કિવિઓને 2-1થી હરાવ્યું હતું. 2021માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. કિવિએ વર્ષ 2012માં ભારતીય ધરતી પર છેલ્લી વખત શ્રેણી જીતી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને 2 મેચની T20 શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું.

संबंधित पोस्ट

ભારતીય ખેલાડી અનુરીત સિંહે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, IPLનો હતો ભાગ

T20 World Cup: ઓસ્ટ્રેલિયા નહી, આ બે દેશ છે વર્લ્ડ ચેમ્પિયન માટે મજબૂત દાવેદાર

લક્ષ્મણ બની શકે છે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચઃ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડ જશે,

Karnavati 24 News

માર્ક બાઉચર બન્યા IPLમાં મુંબઇ ઇન્ડિયન્સના નવા કોચ, જયવર્ધનેની જગ્યા લેશે

Karnavati 24 News

IND Vs AUS: ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પહેલો દિવસ, ઉસ્માન ખ્વાજાની સદીથી ટીમ ઈન્ડિયા બેકફૂટ પર

Karnavati 24 News

INDVsAUS: હાર પછી ટીમમાં બદલાવ નક્કી, શું રોહિત શર્મા રિસ્ક લેશે?